<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમેરિકામાં વિમાન દુર્ઘટના: કેલિફોર્નિયામાં નાનું પ્લેન ક્રેશ થતાં બે નાં મોત, બે ગંભીર

​પ્લેનમાં સવાર અન્ય બે મુસાફરોની હાલત નાજુક; અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરુ

​વોશિંગ્ટન / ફ્રેસ્નો: અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ફ્રેસ્નો વિસ્તારમાં એક દર્દનાક વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક નાનું પ્લેન અચાનક ક્રેશ થઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
​સ્થાનિક અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમના જણાવ્યા અનુસાર, પ્લેન ટેક-ઓફ કર્યાના થોડા જ સમય બાદ ટેકનિકલ ખામી સર્જાતા અથવા અન્ય કોઈ કારણોસર નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને નીચે જમીન પર કડાકાભેર ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
​દુર્ઘટનામાં ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. અમેરિકન એવિએશન ઓથોરિટી દ્વારા આ વિમાન અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(12:32 PM IST)