<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

કોંગોમાં પ્‍લેન ક્રેશ, ૨ લેફટનન્‍ટ જનરલ સહિત ૧૪નાં મોત

નીચે પડતા જ ભડભડ સળગી ઉઠયું: વિમાન દક્ષિણ-પશ્ચિમ શહેર કિકવિટથી રાજધાની કિન્‍શાસા પરત ફરી રહ્યું હતું

કિન્‍શાસાઃ તા.૨૬: કોંગોમાં એક વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. તેમાં ૧૪ લોકોનાં મોત થયા છે. આફ્રિકામાં કોંગો નામના ૨ દેશ છે. એક દેશ રિપબ્‍લિક ઓફ કોંગો અને બીજો ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કોંગો છે. આ દુર્ઘટના ડેમોક્રેટિક રિપબ્‍લિક ઓફ કોંગોમાં થઈ છે, જેની રાજધાની કિન્‍શાસા છે. કિન્‍શાસા રિપબ્‍લિક ઓફ કોંગોની સરહદ નજીક આવેલું છે. આ દુર્ઘટનામાં દેશના ૨ વરિષ્ઠ સૈન્‍ય અધિકારીઓનાં પણ મોત થયા છે. આ દુર્ઘટના ત્‍યારે થઈ જ્‍યારે વિમાન દક્ષિણ-પヘમિ શહેર કિકવિટથી રાજધાની કિન્‍શાસા પરત ફરી રહ્યું હતું. રસ્‍તામાં વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું સામે આવ્‍યું, ત્‍યારબાદ તે કેંગે વિસ્‍તારમાં ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં સવાર કોઈ પણ વ્‍યક્‍તિ બચી શકી નથી. મૃતકોમાં લેફટનન્‍ટ જનરલ મુતોમ્‍બો કાતાલાયી તિએંદે અને લેફટનન્‍ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. મુતોમ્‍બો દેશની મિલિટરી કોર્ટના વડા હતા, જ્‍યારે બાકુમી સશષ દળોના ઓડિટર જનરલના પદ પર હતા.

કોંગોની સેનાએ બંને વરિષ્ઠ અધિકારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. સેનાના પ્રવક્‍તા મેજર જનરલ એફોમી એકેંગેના જણાવ્‍યા અનુસાર, વિમાનમાં એક પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં બંને જનરલ પણ સામેલ હતા. તેમણે જણાવ્‍યું કે બંને સૈન્‍ય અધિકારીઓ ઉપરાંત પ્રતિનિધિમંડળના ૧૨ સભ્‍યો અને વિમાનના ક્રૂના લોકો પણ દુર્ઘટનામાં માર્યા ગયા છે. વિમાન કિકવિટથી કિન્‍શાસા તરફ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેકનિકલ સમસ્‍યા સર્જાઈ હોવાની માહિતી સામે આવી હતી. ત્‍યારબાદ વિમાન કેંગેમાં ક્રેશ થઈ ગયું હતું.

અધિકારીઓએ હજુ સુધી જણાવ્‍યું નથી કે, વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સેનાના પ્રવક્‍તા મેજર જનરલ એફોમી એકેંગેએ પણ કહ્યું કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ એવિએશન ઓથોરિટીના બોર્ડ ચેરમેન ટ્રિફોન કિન-કિયે મુલુંબાએ પણ કહ્યું કે હાલ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવ્‍યું નથી.

આ વિમાન દુર્ઘટના એવા સમયે થઈ છે જ્‍યારે કોંગો લાંબા સમયથી સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં સેના અનેક સશષા જૂથો સામે લડી રહી છે. તેમાં M23 બળવાખોર જૂથ સૌથી મહત્‍વનું છે. આ જૂથને રવાન્‍ડાનું સમર્થન હોવાના આરોપો સતત લાગતા રહ્યા છે. ગયા વર્ષથી થયેલા અનેક હુમલાઓ બાદ M23 એ પૂર્વી કોંગોના અનેક મહત્‍વપૂર્ણ શહેરો પર કબજો કરી લીધો છે. આવી સ્‍થિતિમાં દેશના ૨ વરિષ્ઠ સૈન્‍ય અધિકારીઓનાં એકસાથે મોતથી આ દુર્ઘટના વધુ ગંભીર બની ગઈ છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ દુર્ઘટનાને કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડતી કોઈ માહિતી આપી નથી.

(4:22 PM IST)