<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

ત્રીજા પતિની હત્‍યા કરી ચોથા સાથે લગ્ન કરવાનો પ્‍લાન બનાવી રહી હતી પત્‍નીઃ પ્રેમી સાથે મળી કરી નાખ્‍યો મોટો ખેલ

મહિલા પોતાના ત્રીજા પતિથી છુટકારો મેળવી પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવા માગતી હતી. આ જ ઉદ્દેશ્‍યથી પતિની હત્‍યાની આખી કહાની લખી અને કાવતરું ઘડી પતિને રસ્‍તામાંથી હટાવી દીધો

નરસિંહપુર તા.૩: મધ્‍ય પ્રદેશના નરસિહપુરમાંથી એક બ્‍લાઇન્‍ડ મર્ડર કેસને ઉકેલતા પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વારુ રેવા નદી પુલ નજીક એનએચ-૪૪થી થોડે દૂર પોલીસને ઝાડીઓમાંથી એક લાશ મળી હતી. કંઈ પણ સમજાતું નહોતું કે તે કોણ છે અને તેની હત્‍યા કોણે કરી હતી. શરૂઆતમાં આ મામલો એકદમ રહસ્‍યમય દેખાતો હતો. ત્‍યાર બાદ પોલીસે વૈજ્ઞાનિક રીતે પુરાવા, ટેકનિકલ તપાસ, સીસીટીવી ફૂટેજ અને સતત પૂછપરછના આધાર પર હત્‍યા પાછળની એક-એક વાત સામે લાવી દીધી. જાણવા મળ્‍યું કે, મરનારા માણસનું નામ તુલસીરામ મેહરા છે. તેની હત્‍યા કેમ થઈ. પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થઈ ગયો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક તુલસીરામની પત્‍ની સરોજ મેહરાને મહેન્‍દ્ર મેહરા સાથે પ્રેમ સંબંધ હતો. પતિને આ સંબંધની જાણકારી થતાં ઘરમાં ઝઘડા થતા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, સરોજ પહેલાથી પણ વિવાદ કરી ચૂકી હતી અને તુલસીરામ તેનો ત્રીજો પતિ હતો. આરોપ છે કે પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવાના ઇરાદા સાથે સરોજે પતિને રસ્‍તામાંથી હટાવવાનો પ્‍લાન બનાવ્‍યો. પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે મહિલા પોતાના ત્રીજા પતિથી છુટકારો મેળવી પ્રેમી સાથે નવી જિદગી શરૂ કરવા માગતી હતી. આ જ ઉદ્દેશ્‍યથી પતિની હત્‍યાની આખી કહાની લખી અને કાવતરું ઘડી પતિને રસ્‍તામાંથી હટાવી દીધો.

યોજના અનુસાર, મહેન્‍દ્ર મેહરાના દોસ્‍ત વિષ્‍ણુ રજક દારૂ પીવડાવવાના બહાને તુલસીરામને વારુરેવા નદી પુલ નજીક લઈ ગયો. થોડી વાર બાદ મહેન્‍દ્ર મેહરા પણ ત્‍યાં પહોંચ્‍યો ને બંનેએ મળીને દોરડાથી ગળું દબાવી તુલસીરામની હત્‍યા કરી નાખી. ઘટના બાદ લાશને ઝાડીઓમાં ફેંકી દીધી. જેથી હત્‍યાને દુર્ઘટનામાં ખપાવી શકાય.

નરસિંહપુર એસપી ઋષિકેશ મીણા જણાવે છે કે લાશની સૂચના મળતા જ પોલીસ ત્‍યાં પહોંચી અને પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું. તપાસમાં જાણવા મળ્‍યું કે પત્‍ની અને પત્‍ની પ્રેમીના સંબંધને લઈ પતિ-પત્‍ની વચ્‍ચે સતત ઝઘડા થતા હતા. અમે પત્‍નીના ઘરે બાતમીદારો પણ લગાવ્‍યા હતા. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધાર પર પોલીસે સરોજ મેહરા, મહેન્‍દ્ર મેહરા અને વિષ્‍ણુ રજકની ધરપકડ કરી લીધી છે.

(9:48 AM IST)