તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
પીએમ મોદી વિશ્વના સૌથી મહાન નેતાઃ સ્વભાવે કઠોર પણ શાંત
ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણઃ ૧૨ વર્ષથી વધુના સ્થિર શાસન અને વૈશ્વિક નેતળત્વને બિરદાવ્યું

નવી દિલ્હી, તા.૨૦: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે પીએમ મોદીને વિશ્વના બે સૌથી મહાન નેતાઓમાંથી એક ગણાવ્યા છે. ટ્રમ્પે ભારતમાં પીએમ મોદીના લાંબા કાર્યકાળ અને રાજકીય સ્થિરતાની પ્રશંસા કરતા કહ્યું કે, મોદી ૧.૫ અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને ખૂબ જ કઠોર હોવા છતાં શાંતિથી કામ કરે છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, પીએમ મોદીના નેતળત્વ હેઠળ ભારત પર જો કોઈ મુશ્કેલી આવશે તો અમેરિકા તેની મદદે હંમેશા તત્પર રહેશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરીને ભારત સાથેના મજબૂત સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. તાજેતરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન પીએમ મોદી સાથેની મુલાકાત બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને વિશ્વના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે.
અમેરિકન મીડિયા સંગઠન એક્સિઓસ સાથેની ખાસ મુલાકાતમાં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ વિશ્વના બે સૌથી મહાન નેતાઓ કોને માને છે, ત્યારે તેમણે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ આપ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, મોદી ખૂબ સારા નેતા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે અત્યંત સમજદારીભર્યું પગલું છે. તેઓ ૧.૫ અબજ લોકોની વસ્તી ધરાવતા વિશાળ દેશનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારતના રાજકીય પરિવર્તન અંગે વાત કરતા ટ્રમ્પે અગાઉની સરકારોની સરખામણી પીએમ મોદીના વર્તમાન કાર્યકાળ સાથે કરી હતી. તેમણે ઉમેર્યું, મેં આખી જિંદગી ભારતને જોયું છે. અગાઉ ત્યાં સરકારો સતત બદલાતી રહેતી હતી, કોઈ છ મહિના માટે તો કોઈ એક વર્ષ માટે સત્તા પર આવતું હતું. પરંતુ અચાનક વડા પ્રધાન મોદી આવ્યા અને તેઓ ૧૨ વર્ષથી વધુ સમયથી મજબૂત સ્થિતિમાં શાસન કરી રહ્યા છે. તેઓ બધું કામ ખૂબ જ શાંતિથી કરે છે, છતાં તેઓ શાંત માણસ નથી, તેઓ ખૂબ જ કઠોર (ટફ) વ્યક્તિ છે અને હું તેમને ખૂબ સારી રીતે ઓળખું છું.
ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર ક્ષેત્રે પણ ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે ભૂતકાળમાં ભારતે અમેરિકા સાથેના વેપારમાં ઘણો ફાયદો મેળવ્યો છે, જેના માટે તેઓ ભારતના નેતળત્વને દોષ આપતા નથી, પરંતુ અમેરિકાના અગાઉના નેતાઓની નબળાઈને જવાબદાર ગણે છે. ટ્રમ્પે જણાવ્યું કે, અમે હવે ભારત સાથે ખૂબ જ મોટા પાયે વેપાર કરીએ છીએ, પરંતુ હવે આ બિઝનેસ સંપૂર્ણપણે પારદર્શક રીતે થઈ રહ્યો છે. ભારતના આર્થિક આંકડા અત્યારે ખૂબ જ શાનદાર રહ્યા છે.
જ્યાં સુધી પીએમ મોદી ભારતના વડા પ્રધાન છે, ત્યાં સુધી ભારત વૈશ્વિક સ્તરે દરેક બાબતમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોટી ભૂમિકા ભજવતું રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા યુએસ પ્રમુખે એક મોટી જાહેરાત કરી હતી.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે પヘમિ એશિયા કે વૈશ્વિક સ્તરે ભારત ભવિષ્યમાં શું ભૂમિકા ભજવી શકે છે અને જો ભારત પર કોઈ મુશ્કેલી આવે તો? ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો કોઈ તે વ્યક્તિ (મોદી) પર કે ભારત પર હુમલો કરશે, તો અમેરિકા તેની મદદ માટે ત્યાં હાજર રહેશે.
વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અને બંને દેશોના વડાઓ વચ્ચેની નિકટતાને વધુ મજબૂત રીતે દર્શાવે છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
