હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
પીએમ મોદી રોમમાં FAOના ડાયરેક્ટર જનરલને મળ્યા :ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વૈશ્વિક અન્ન સુરક્ષા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ રોમ સ્થિત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના મુખ્યાલયની મુલાકાત લઈ સંસ્થાના ડાયરેક્ટર જનરેલ ડૉ. ક્યૂ ડોંગ્યુ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં પીએમ મોદીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વૈશ્વિક અન્ન સુરક્ષા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે કૃષિ અને અન્ન સુરક્ષાના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા અદ્યતન પ્રયાસો અને વૈશ્વિક સ્તરે ભારતના યોગદાનને પણ FAO સમક્ષ પ્રમુખતાથી રેખાંકિત કર્યું હતું.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
