તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
પીએમ મોદી વારાણસીમાં :કાશી વિશ્વનાથ મંદિરમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક વિશેષ પ્રાર્થના કરી: 14 કી,મી, લાંબો રોડ શો
કાશીની જનતાએ રસ્તાની બંને બાજુ ઉભા રહીને પોતાના સાંસદ અને દેશના પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસ માટે વારાણસીની મુલાકાતે છે. આજે તેમને મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ આજે બાબા વિશ્વનાથના શરણે પહોંચ્યા હતા. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાંઅત્યંત શ્રદ્ધાપૂર્વક વિશેષ પ્રાર્થના કરી હતી. બારેકા (BLW) થી મંદિર સુધીના 14 કિલોમીટરના માર્ગ પર પીએમ મોદીનું પુષ્પવર્ષા અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશીની જનતાએ રસ્તાની બંને બાજુ ઉભા રહીને પોતાના સાંસદ અને દેશના પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
