<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

પીએમ મોદી અને શિંદેની મુલાકાતઃ નવા સમીકરણોનાં એંધાણ

સત્તાધારી ‘મહાયુતિ' ગઠબંધન વચ્‍ચે દેખીતી ખેંચતાણના માહોલમાં એક કલાકની બેઠક

મુંબઈ/નવી દિલ્‍હી,તા.૭: વિધાન પરિષદની પુણે શિક્ષક મતદારસંઘની ઉમેદવારીને લઈને ચાલી રહેલા સંઘર્ષ વચ્‍ચે નાયબ મુખ્‍ય પ્રધાન એકનાથ શિદે વડા પ્રધાન  મોદીને સોમવારે મોડી રાતે અચાનક મળવા પહોંચી ગયા હતા અને તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ગોઠવાય એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

નવી દિલ્‍હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્‍યમંત્રી એકનાથ શિદે અને વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વચ્‍ચે થયેલી બેઠક મુખ્‍યત્‍વે મહારાષ્ટ્રમાં પ્રવર્તતી ગંભીર દુષ્‍કાળની સ્‍થિતિ અંગે ચર્ચા કરવા માટે યોજાઈ હતી એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જોકે આ બેઠક જાટિલ સ્‍થાનિક રાજકીય પરિસ્‍થિતિની પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી.

એકનાથ શિદેએ જણાવ્‍યું હતું કે એક કલાક ચાલેલી આ બેઠક સંપૂર્ણપણે વહીવટી બાબતો પર કેન્‍દ્રિત હતી. તેમાં અપૂરતા વરસાદને કારણે દુકાળગ્રસ્‍ત જાહેર કરાયેલા ૨૬૫ તાલુકાઓ (રાજ્‍યના કુલ તાલુકાના ૭૪ ટકા) માટે કેન્‍દ્રીય સહાય મેળવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું હતું.

વડા પ્રધાન મોદીએ રાજ્‍યને કેન્‍દ્રીય સહાયની ખાતરી આપી હતી અને પાકને થયેલું નુકસાન, પાણીની અછત તથા પશુઓના ઘાસચારાની ઉપલબ્‍ધતાની સમીક્ષા કરવા માટે એક કેન્‍દ્રીય ટીમ રાજ્‍યની મુલાકાત લેશે એવી ખાતરી પણ આપી હતી.

વિધાન પરિષદની પુણે શિક્ષક મતદારસંઘની ઉમેદવારીને લઈને ચાલી રહેલા સંઘર્ષ વચ્‍ચે નાયબ મુખ્‍ય પ્રધાન એકનાથ શિદે વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને સોમવારે મોડી રાતે અચાનક મળવા પહોંચી ગયા હતા અને તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ગોઠવાય એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

જોકે અહીં એવું માનવામાં આવી રહ્યું છે કે 'મહાયુતિ' ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. શિદેએ ભારપૂર્વક કહ્યું હતું કે આ બેઠક બિન-રાજકીય હતી, પરંતુ તે સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધન વચ્‍ચે દેખીતી ખેંચતાણના માહોલમાં યોજાઈ હતી. બેઠકોની વહેંચણી, ખાસ કરીને પુણે શિક્ષક મતવિસ્‍તારની વિધાન પરિષદની (એમએલસી) ચૂંટણી માટેના ઉમેદવારોને લઈને ભાજપ અને શિદેના શિવ સેના જૂથ વચ્‍ચે મતભેદોમાં યોજાઈ હતી.

શિંદેએ પુષ્ટિ કરી હતી કે સંકલન સમિતિની ચર્ચાઓ બાદ તેમની પાર્ટીએ આખરે ઉમેદવાર મંગેશ ચિવટેને ઉમેદવારી ફોર્મ આપ્‍યું હતું અને મંગળવારે મંગેશ ચિવટેએ ભાજપના સત્તાવાર ઉમેદવાર કૌસ્‍તુભ ગાવડે સામે શિવસેનાના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતાં  આ મુદ્દે દિલ્‍હીમાં કોઈ આશ્વાસન આપવામાં આવ્‍યું હોવાનું માનવામાં આવે છે.

છેલ્‍લા ઘણા સમયથી કેન્‍દ્રીય પ્રધાનમંડળના વિસ્‍તરણ અંગે અટકળો ચાલી રહી છે.  આ બેઠક લાંબા સમયથી અપેક્ષિત વિસ્‍તરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્‍ચે પણ યોજાઈ હતી.

(9:52 AM IST)