તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પંજાબમાં ભાજપ અને અકાલી દળના પુનર્મિલનને વડાપ્રધાન મોદીનું સમર્થન : કહ્યું કે ગુરુ નાનકદેવજીના પ્રકાશપર્વે પંજાબ અને પંજાબીઓના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અકાલી દળનું એનડીએ પરિવારમાં પુનરાગમન આવકારદાયક
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સપ્ટેમ્બર, ૨૦૨૦માં અકાલી દળે ભાજપ સાથેનું ૨૪ વર્ષ જૂનું જોડાણ તોડી નાખ્યું હતું, હવે પુન વાપસી થઈ છે

નવી દિલ્હી : પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષ અને શિરોમણિ અકાલી દળ વચ્ચે ફરી જોડાણની સત્તાવાર જાહેરાત થતાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આનંદ વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાને જણાવ્યું છે કે પંજાબ અને પંજાબીઓના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અકાલી દળનું એનડીએ પરિવારમાં પુનરાગમન આવકારદાયક છે.
અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને પ્રકાશસિંહ બાદલના સમયથી વિકસેલું આ જોડાણ પંજાબની જનતાની પસંદગી બનશે એવો વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં સપ્ટેમ્બર, ૨૦૨૦માં અકાલી દળે ભાજપ સાથેનું ૨૪ વર્ષ જૂનું જોડાણ તોડી નાખ્યું હતું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
