તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
કોલકાતામાં હુગલી નદીમાં પીએમ મોદીએ હોડીની સવારી કરી: ફોટા શેર કર્યા
વડાપ્રધાન મોદીએ કોલકાતામાં હુગલી નદીમાં હોડીની સવારી કરી અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવા સાથે ગંગાના મહત્વ અને બંગાળના વિકાસ પર સંદેશ પણ શેર કર્યો

કોલકતા:પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ કોલકાતામાં હુગલી નદીમાં હોડીની સફર કરી હતી. વડાપ્રધાને પોતે સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા હતા, જેમાં તેઓ હોડીમાંથી ફોટા લેતા દેખાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટા પોસ્ટ કરતા, વડાપ્રધાન મોદીએ લખ્યું કે ગંગા નદી દરેક બંગાળી માટે વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ગંગા માત્ર એક નદી નથી, પરંતુ એક પ્રવાહ છે જે બંગાળના આત્મામાંથી વહે છે અને સમગ્ર સભ્યતાની શાશ્વત ભાવનાને મૂર્તિમંત કરે છે.
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે આજે સવારે કોલકાતામાં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો, જે માતા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક હતી. આ સમય દરમિયાન, તેઓ નાવિકોને મળ્યા અને તેમની મહેનતની પ્રશંસા કરી.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ મોર્નિંગ વોક કરનારાઓ સાથે પણ વાતચીત કરી હતી.તેમણે કહ્યું કે હુગલીના કિનારે, તેમણે પશ્ચિમ બંગાળના વિકાસ અને રાજ્યના લોકોની સમૃદ્ધિ માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો .
પ્રધાનમંત્રીની મુલાકાત અને તેની સાથેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.
.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
