તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
પીએમ મોદીએ સ્ટેજ પર માખણલાલ સરકારના ચરણ સ્પર્શ કર્યા : જુઓ વિડીયો
માખનલાલ સરકાર એટલે બંગાળમાં રાષ્ટ્રવાદની જીવતી-જાગતી મશાલ : ડાબેરીઓના ગઢમાં કેસરીયો લહેરાવનાર અણનમ યોદ્ધા

કલક્તા, તા.૯: કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ જ્યારે પヘમિ બંગાળમાં ભાજપના શાસનના સાક્ષી બની રહ્યું હતું, ત્યારે એક એવી અદભૂત ક્ષણ સર્જાઈ જેણે પ્રોટોકોલના તમામ બંધનો તોડી નાખ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ માટે મંચ પર પહોંચ્યા, ત્યારે તેમની નજર ૯૮ વર્ષીય વયોવળદ્ધ નેતા માખનલાલ સરકાર પર પડી. પીએમ મોદીએ વિલંબ કર્યા વિના આ વડીલના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને તેમને અત્યંત ભાવુક થઈને ગળે લગાવ્યા. હજારોની જનમેદની વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય માત્ર સત્તાનું પ્રદર્શન નહીં, પરંતુ પક્ષના પાયાના પથ્થર સમાન કાર્યકર પ્રત્યેની કળતજ્ઞતાનું પ્રતીક બની ગયું હતું.
માખનલાલ સરકાર એટલે બંગાળમાં રાષ્ટ્રવાદની જીવતી-જાગતી મશાલ. તેમનો ઈતિહાસ ભારતની આઝાદી પછીના શરૂઆતી સંઘર્ષો સાથે જોડાયેલો છે. વર્ષ ૧૯૫૨માં જ્યારે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવા માટે આંદોલન છેડ્યું હતું, ત્યારે માખનલાલજી તેમની સાથે ખભેખભો મિલાવીને ઉભા હતા. એ ઐતિહાસિક આંદોલન દરમિયાન તેમની ધરપકડ પણ થઈ હતી. જમ્મુ-કાશ્મીરના લાલ ચોક પર ત્રિરંગો લહેરાવવાના તે સાહસિક અભિયાનના તેઓ જીવંત સાક્ષી છે, અને આજે ૯૮ વર્ષની વયે પણ તેમનો જોમ અને ઉત્સાહ અકબંધ છે.
કોલકાતાના આકાશમાં જ્યારે જય શ્રી રામના નારા ગુંજી રહ્યા હતા, ત્યારે પીએમ મોદીનું ખુલ્લી જીપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રેસકોર્સ મેદાનથી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ સુધીનો નજારો ભવ્ય હતો, જ્યાં નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને સમિક ભટ્ટાચાર્યની ઉપસ્થિતિમાં નવી સરકારનો ઉદય થયો. પરંતુ આ આખા કાર્યક્રમનું કેન્દ્રબિંદુ માખનલાલ સરકાર અને પીએમ મોદી વચ્ચેનો એ આત્મીય સંવાદ રહ્યો. વડાપ્રધાને તેમને શાલ ઓઢાડીને જે સન્માન આપ્યું, તેણે બંગાળના લાખો કાર્યકરોને સંદેશ આપ્યો કે પક્ષમાં તપસ્યા કયારેય એળે જતી નથી અને વડીલોના આશીર્વાદ જ વિજયનો સાચો માર્ગ છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
