હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદીનું ભીલડીમાં આગમનઃ ૧૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ સાથે : એકતા પર્વનો ભવ્ય પ્રારંભ
બનાસકાંઠામાં વિકાસ પ્રોજેક્ટ્સ અને PM-કિસાનનો ૨૪મો હપ્તો રિલીઝઃકેવડિયામાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ‘ભારત પર્વ ૨૦૨૬: અને ‘એકતા પ્રકાશ પર્વ'ની અદભુત રોનક જોવા મળશે

ભીલડી, તા.૩૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો ભવ્ય પ્રારંભ થઈ ચૂકયો છે. બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચીને વડાપ્રધાને રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે, જેનાથી ઉત્તર ગુજરાતના વિકાસને નવો વેગ મળશે. આ પ્રસંગે તેમણે પીએમ-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો પણ રિલીઝ કર્યો છે, જેનાથી દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં આશરે રૂ.૧૯,૦૦૦ કરોડની નાણાકીય સહાય સીધી જમા થઈ છે. ભીલડીમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી લેબોરેટરી અને દેશની પ્રથમ ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' જેવી અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરીને ગૌવંશ સંવર્ધનની દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.
આ પ્રવાસ દરમિયાન રેલવે કનેક્ટિવિટીને મજબૂત બનાવતા અમદાવાદ (સાબરમતી)પ્રવારાણસી એક્સપ્રેસ અને મહેસાણાપ્રબેચરાજીપ્રસાબરમતી MEMU ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. સાથે જ, થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના વિશાળ બાયો-CNG પ્લાન્ટ્સનો શિલાન્યાસ કરાયો છે, જે ગાયના છાણના પ્રોસેસિંગ દ્વારા સ્વચ્છ અને હરિયાળી ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ ઉપરાંત, અમદાવાદ મેટ્રો ફેઝ-૨A અને ૨ગ્, અમદાવાદ-મહેસાણા રોડને આઠ લેન કરવાનો પ્રોજેક્ટ તેમજ હજારો બાળપ્રસહજ આંગણવાડી કેન્દ્રોની ભેટથી સામાન્ય નાગરિકોનું જીવન વધુ સરળ અને સુખદ બનશે.
ભીલડીના ભવ્ય કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી કેવડિયાના એકતા નગર પહોંચ્યા છે, જ્યાં તેમણે સાંજે ‘ભારત પર્વ ૨૦૨૬'નું આકર્ષક ઉદ્ધાટન કર્યું છે. આ મહોત્સવ ભારતની સાંસ્કળતિક વિવિધતા અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ઉજાગર કરે છે, જે ૧૫ નવેમ્બર સુધી દેશભરની કળા, હસ્તકળા અને પ્રાદેશિક વારસાને પ્રદર્શિત કરશે. રાત્રિના સમયે યોજાયેલા ‘એકતા પ્રકાશ પર્વ'માં ૧.૫ કરોડથી વધુ LED લાઇટ્સ અને અદભુત ગ્લો ટનલ દ્વારા નાઇટ ટુરિઝમને અકલ્પનીય સુંદરતા બક્ષવામાં આવી છે, જેણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રોશનીથી જગમગાવી દીધો છે.
યાત્રાના બીજા દિવસે, એટલે કે ૩૧ ઓક્ટોબરે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, રૂ.૪૦૦ કરોડથી વધુના નવા વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. સેના અને સુરક્ષા દળોની એકતા પરેડ સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા પ્રસ્તુત ‘નક્સલ મુક્ત ભારત' નાટય પ્રદર્શન અને ‘વંદે માતરમ'પર આધારિત સાંસ્કળતિક ઝાંખીઓ આ ઉજવણીના મુખ્ય આકર્ષણો રહેશે, જે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો અદભુત માહોલ ઊભો કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
