News of Monday, 29th June 2026
PM મોદીનો નવો વૈશ્વિક કીર્તિમાનઃ ૨૦ વખત વિદેશી સંસદને સંબોધન
વડાપ્રધાન મોદીએ સેશેલ્સની નેશનલ અસેમ્બલીને સંબોધિત કરીને વિદેશી ધરતી પર ૨૦મી વખત સંસદને સંબોધવાનો એક નવો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે

નવી દિલ્હી તા.૨૯: વડાપ્રધાન મોદીએ રવિવારે દ્વિપીય દેશ સેશેલ્સની નેશનલ અસેમ્બલીને સંબોધિત કરીને એક નવો વૈશ્વિક ઇતિહાસ રચી દીધો છે. આ સંબોધનની સાથે જ પીએમ મોદીએ વિદેશી ધરતી પર 20th વખત કોઈ દેશની સંસદને સંબોધિત કરવાનો અદભુત કીર્તિમાન પોતાના નામે કર્યો છે. સેશેલ્સની સંસદને સંબોધવાની આ તક બદલ આભાર વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, સેશેલ્સ અને ભારત વચ્ચે ૫૦ વર્ષ જૂનો મજબૂત સંબંધ છે. સેશેલ્સના દિલમાં ભારતીયો માટે અખૂટ પ્રેમ છે અને આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ તથા સાઝા ભવિષ્ય પર ટકેલી છે.
વિદેશી સરજમીં પર વડાપ્રધાન મોદીના સંબોધનની શરૂઆત Year ૨૦૧૪ માં જ થઈ ગઈ હતી. ૨૦૧૪ માં સત્તા સંભાળ્યા બાદ તેમણે સૌથી પહેલા ભૂતાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા અને ફિજીની સંસદોને સંબોધિત કરી હતી.
Year 2015: આ સિલસિલો આગળ વધ્યો અને તેમણે મોરેશિયસની નેશનલ અસેમ્બલી, શ્રીલંકા, મંગોલિયા, બ્રિટન (UK) અને અફઘાનિસ્તાનની સંસદમાં વક્તવ્ય આપ્યું.
Year 2016 & 2023: પીએમ મોદીએ ૨૦૧૬ માં અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરી અને ત્યારબાદ ૨૦૨૩ માં ફરીથી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ સાથે જ તેઓ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને ૨ (બે) વખત સંબોધિત કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
Year 2018, 2019 & 2024: આ વર્ષો દરમિયાન તેમણે અનુક્રમે યુગાન્ડા, માલદીવ અને ગુયાનાની સંસદોમાં ભારતનો પક્ષ રજૂ કર્યો.
Year 2025: આ કારવાં વધુ આગળ વધ્યો જ્યારે તેમણે થ્યશ્રક્ક ૨૦૨૫ માં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો તેમજ નામીબિયાની રાષ્ટ્રીય સંસદોને સંબોધી. ત્યારબાદ December ૨૦૨૫ માં ઈથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરીને ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો મજબૂત કર્યા.
Year 2026 : આ જ વર્ષે ૨૫ February 2026 ના રોજ પીએમ મોદીએ જેરૂસલેમની ઐતિહાસિક યાત્રા દરમિયાન ઈઝરાયેલની સંસદ નેસેટ (Knesset) ને સંબોધિત કરીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ ઈઝરાયેલની સંસદને સંબોધનારા પણ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
