તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 7th October 2026
પીએમ મોદીના રાજકીય સફરના ૨૫ વર્ષ પૂર્ણઃ દિલ્હીના
શ્રી વિનાયક મંદિરમાં કરી વિશેષ પૂજા-અર્ચના ગુજરાતથી શરૂ થયેલી નેતળત્વની અવિરત યાત્રા રાષ્ટ્રવ્યાપી મિશનમાં પરિવર્તિતઃ દેશભરમાંથી અભિનંદનનો વર્ષા

નવી દિલ્હી, તા.૭: પીએમ મોદીએ સરકારના વડા તરીકેના તેમના શાસનકાળના સફળ ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ મહત્વપૂર્ણ સીમાચિホ નિમિત્તે તેમણે નવી દિલ્હીના સરોજિની નગર સ્થિત પ્રખ્યાત શ્રી વિનાયક મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ કરી હતી. તેમણે દેશની સમળદ્ધિ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રાષ્ટ્ર સેવા પ્રત્યેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાના રાજકીય નેતળત્વની સત્તાવાર શરૂઆત કરી હતી. લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા બાદ, ૨૦૧૪માં તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા અને હાલમાં તેઓ સતત ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્ર સરકારનું સફળ નેતળત્વ સંભાળી રહ્યા છે. સરકારના વડા તરીકેની આ ૨૫ વર્ષની દીર્ઘકાલીન યાત્રાને તેમના જાહેર જીવનનું એક ઐતિહાસિક અને ગૌરવવંતુ સીમાચિホ માનવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ભક્તિમય શ્લોક શેર કરતા લખ્યું હતું કે, વ્યક્તિએ સતત ભક્તિભાવથી સેવા કરવી જોઈએ, કારણ કે ખરેખર આ જ સર્વોચ્ચ પુણ્ય કાર્ય છે. તેમણે સંપૂર્ણ વફાદારી, નિષ્ઠા અને સમર્પણ સાથે દેશની સેવા કરવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ દેશવાસીઓના અદૂત વિશ્વાસ અને સમર્થન બદલ કળતજ્ઞતા વ્યક્ત કરી હતી.
પીએમ મોદીના આ અનોખા માઈલસ્ટોન પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકળષ્ણન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકળષ્ણને જણાવ્યું હતું કે પ્રધાન સેવક તરીકેની તેમની આ પ્રેરણાદાયી યાત્રાએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર દ્વારા સમાવેશી વિકાસના વિઝનને એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલનમાં પરિવર્તિત કરી દીધું છે. આ અવસરને વધાવવા માટે ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા દેશભરમાં વિવિધ સેવાકીય અને ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
