<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પીએમ મોદીની ખાસ ભેટ, તિરુક્કુરલની રશિયન નકલ ભેટમાં આપી

પીએમ મોદીએ કહ્યું કે આ પુસ્તક 2000 માં લખાયું હતું. તે માનવ જીવનનું વર્ણન કરે છે. આ આપણા સંબંધોને વધારવા માટેનું એક પગલું છે.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મહાન તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરના પ્રખ્યાત કાર્ય, તિરુક્કુરલનો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો હતો  મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન આ ખાસ પુસ્તક ભેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ પુતિનને તિરુક્કુરલ ભેટમાં આપતા પીએમ મોદીએ કહ્યું કે આ પુસ્તક 2000 માં લખાયું હતું. તે માનવ જીવનનું વર્ણન કરે છે. આ આપણા સંબંધોને વધારવા માટેનું એક પગલું છે. આ પુસ્તકનો રશિયન અનુવાદ છે. આ પુસ્તક તમારા માટે રશિયનમાં અનુવાદિત કરવામાં આવ્યું છે.

(10:59 PM IST)