News of Saturday, 11th April 2026
નાસિકની IT કંપનીમાં ‘ધર્માંતરણ’નું ઝેર: ‘લેડી કેપ્ટન’ નિદા ખાનનું વોટ્સએપ ગ્રુપ અને બ્રેઈનવોશિંગનું નેટવર્ક પકડાયું, હિંસા અને લાલચની મદદથી ચાલતું હતું પાપનું પોટલું!
મેકઅપ પર પ્રતિબંધ અને બળજબરીથી હિજાબ: 100 થી વધુ મહિલા કર્મચારીઓના શોષણનું કાવતરું, તપાસમાં ખુલેલા રહસ્યોથી પોલીસ પણ સ્તબ્ધ, ફરાર નિદા ખાનની શોધમાં ઠેર-ઠેર દરોડા

નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં એક પ્રતિષ્ઠિત MNC (બહુરાષ્ટ્રીય કંપની) માં કામ કરતી મહિલા કર્મચારીઓના બળજબરીથી ધર્માંતરણ અને જાતીય શોષણના મામલાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસ અત્યારે નિદા ખાન નામની મહિલાની શોધ કરી રહી છે, જે આ સમગ્ર રેકેટની ‘માસ્ટરમાઈન્ડ’ અને ‘લેડી કેપ્ટન’ હોવાનું મનાય છે. ભિવંડીની રહેવાસી નિદા પર આરોપ છે કે તેણે મહિલા કર્મચારીઓનું બ્રેઈનવોશિંગ કરીને તેમને ઈસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરી હતી.
વોટ્સએપ ગ્રુપ દ્વારા બ્રેઈનવોશિંગનો ખેલ
તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીમાં કામ કરતી મહિલાઓને જાળમાં ફસાવવા માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં આરોપીઓ હિન્દુ દેવી-દેવતાઓ વિશે શંકાસ્પદ પ્રશ્નો પૂછીને મહિલાઓના મનમાં મૂંઝવણ પેદા કરતા હતા. ધીમે-ધીમે તેમને લિપસ્ટિક અને મેકઅપ ન કરવાની તાકીદ કરવામાં આવી, કારણ કે તેને ‘ગેર-ઈસ્લામિક’ ગણાવવામાં આવ્યું હતું. નિદા ખાનનું કામ આ મહિલાઓને નમાઝ પઢવાની અને હિજાબ પહેરવાની તાલીમ આપીને ‘કમ્ફર્ટેબલ’ કરવાનું હતું.
પગાર વધારાની લાલચ અને આર્થિક શોષણ
આ કંપનીમાં કુલ 121 કર્મચારીઓ હતા, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી. જે મહિલાઓ નિદા ખાન અને તેના સાથીઓની વાત માની લેતી, તેમને રજાઓ અને પગારમાં ધરખમ વધારાની લાલચ આપવામાં આવતી હતી. આ ગેંગે કેટલીક મહિલા ઇન્ટર્નનું પણ બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. નિદાએ જાન્યુઆરીમાં કંપની છોડી દીધી હતી અને ત્યારથી તે પોલીસને ચકમો આપીને ફરાર છે.
9 FIR અને ચોંકાવનારા ખુલાસા
પોલીસે અત્યાર સુધી આ મામલે કુલ 9 FIR નોંધી છે. જેમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના બે મુખ્ય કેસ અને જાતીય સતામણીના ગંભીર આરોપો સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માત્ર ધર્મ પરિવર્તનનો મામલો નથી પરંતુ મહિલાઓને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરવાનું એક સુનિયોજિત નેટવર્ક હતું.
હાલમાં નાસિક પોલીસની વિવિધ ટીમો મુંબઈ અને ભિવંડી સહિતના વિસ્તારોમાં નિદા ખાનને શોધવા માટે દરોડા પાડી રહી છે. આ કેસના મૂળ કેટલે ઊંડે સુધી ફેલાયેલા છે, તે નિદાની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
