તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
નવી દુલ્હનને ઘુંઘટમાં રહેવાનું દબાણ કરતા પોલીસમાં જઈ સાસરિયાવાળા વિરુદ્ધ કેસ કરી દીધો
પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે ઘૂંઘટને લઈ વિવાદનો આ અજીબોગરીબ કિસ્સો ગાજિયાબાદના પરિવાર પરામર્શ કેન્દ્રમાંથી સામે આવ્યો : પતિને પણ શેરવાની પહેરાવવા માંગ કરી

ગાજિયાબાદ,તા.૩: હજુ તો દીકરાના લગ્નની ખુશીઓ ફીકી નહોતી પડી, ત્યાં ઘરે આવેલી નવી વહુએ સાસરિયાવાળાને પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધા. રંગીન સપના અને નવી આશા સાથે પતિના ઘરે આવેલી વહુએ જ્યારે માહોલ જોયો તો માથું પકડી લીધું અને લગ્નના બે દિવસ બાદ તે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી ગઈ. તેણે આરોપ લગાવ્યો કે સાસરિયાના લોકો તેના પર બળજબરી ઘૂંઘટ લગાવવાનું પ્રેશર બનાવી રહ્યા છે.
પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે ઘૂંઘટને લઈ વિવાદનો આ અજીબોગરીબ કિસ્સો ગાજિયાબાદના પરિવાર પરામર્શ કેન્દ્રમાંથી સામે આવ્યો છે. જ્યારે બે દિવસ પહેલા જ સાસરિયામાં આવેલી દુલ્હનને પરિવારના લોકોએ ઘૂંઘટ કાઢવા માટે વાત કહી. તેનાથી કંટાળીને છોકરીએ તરત પોલીસમાં ફરિયાદ કરી દીધી.
દુલ્હને આ દરમ્યાન પરામર્શ કેન્દ્રમાં અને પરિવારના લોકોને કહ્યું કે, જો તે ઘૂંઘટમાં ફરશે તો તેમનો દીકરો પણ શેરવાની પહેરીને ફરે. તેનાથી વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષમાં ભારે બોલાચાલી થઈ અને વાત આખરે કોર્ટ સુધી પહોંચી ગઈ. હાલમાં બંને પક્ષોએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.
હિન્દુસ્તાનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ભોજપુરની મમતાના લગ્ન એક વર્ષ પહેલા અલવર, રાજસ્થાનના અંકુર (નામ બદલાવેલું) સાથે લગ્ન થયા હતા. મમતા હોમ મેકર છે અને અંકુર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મમતાએ સાસરિયાવાળા પર આરોપ લગાવ્યો છે કે લગ્નની બીજા જ દિવસથી તેને ઘૂંઘટ કરવા માટે પ્રતાડિત કરવામાં આવી, જ્યારે આજના જમાનામાં હવે કોણ ઘૂંઘટ કરે છે.
લગભગ બે દિવસ સુધી ભીષણ માનસિક પ્રેશર વેઠ્યા બાદ તેણે તેની ફરિયાદ પોલીસમાં કરી દીધી અને ખાનગી સ્વતંત્રતાનો હવાલો આપતા ઘૂંઘટ કરવાની ના પાડી દીધી. પોલીસમાંથી આ મામલો ગાજિયાબાદ પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચી, જ્યાં બંને પક્ષોને સમજાવવાની કોશિશ કરી. જો કે બંને પક્ષ જીદે ચડ્યા તો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો.
ગત વર્ષે શરુ થયેલા આ વિવાદને ગત મહિને એક વર્ષ પૂરું થઈ ગયું. કાઉન્સિલર્સના લાખ સમજાવ્યા બાદ પણ જ્યારે બંને પક્ષ માન્યા નહીં તો બંનેએ સમાધાન કરવાની ના પાડી દીધી અને પરામર્શ કેન્દ્રએ આ કેસની ફાઈલ બંધ કરી તેને ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી. હાલમાં આ મામલામાં બંનેએ છૂટાછેડાની અરજી આપી છે. પરામર્શ કેન્દ્રના કાઉન્સિલર્સે જણાવ્યું કે, હાલમાં પરિણીત કપલ વચ્ચે વૈચારિક મતભેદ અને આધુનિક જીવનશૈલીને લઈ વિવાદ ઝડપથી વધી રહ્યો છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
