<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

આરોપીને પકડવા ગયેલી પોલીસને ઘેરી લઈ હુમલો, મારપીટ: વર્દી ફાડી નાખી, ૨ પોલીસકર્મી ઘાયલ

પરિવારજનોએ સાહિલ ઉર્ફે ભૂરિયાને છોડાવી ભગાડ્યાનો આરોપ લગાવ્યો ; નવ સામે ફરિયાદ

મુઝફ્ફરનગર: અદાલતી વોરંટની બજવણી કરવા ગયેલી પોલીસ સાથે મારપીટ અને વર્દી ફાડવાનો બનાવ બન્યો. ઉપનિરીક્ષક રૂપેશ કુમાર અને કોન્સ્ટેબલ કુલદીપ ઘાયલ થયા.

 

ઉત્તરપ્રદેશના સિખેડા ગામમાં વોરંટના આધારે આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર તેના પરિવારજનો અને અન્ય લોકોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સાહિલ ઉર્ફે ભૂરિયાને કબજામાં લીધા પછી ટોળાએ તેને છોડાવી ભગાડી દીધો હતો.

 

સિખેડા પોલીસ મથકના ઉપનિરીક્ષક રૂપેશ કુમાર, કોન્સ્ટેબલ કુલદીપ અને રાજવીર અદાલતમાંથી મળેલા વોરંટની બજવણી કરવા પહોંચ્યા હતા. આરોપ છે કે પરિવારની મહિલાઓ અને અન્ય લોકોએ પોલીસને ઘેરીને ધક્કામુક્કી તથા મારપીટ કરી હતી. આરોપીનો પીછો કરવાનો પ્રયાસ કરતાં ફરી હુમલો કરવામાં આવ્યો અને પોલીસકર્મીઓની વર્દી પણ ફાડી નાખવામાં આવી હતી.

 

ઘટનામાં રૂપેશ કુમાર અને કુલદીપને ઈજા થઈ હતી. નવ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયાનો અહેવાલ છે. ફરાર આરોપી તથા હુમલામાં સંડોવાયેલા લોકોની શોધ ચાલી રહી છે. 

 

(9:31 PM IST)