News of Tuesday, 29th September 2026
પોલીસ પિતાને પુત્રએ ગોળીથી પતાવી નાખ્યા
દીકરાએ માગેલા ૧૦ લાખ રૂપિયા આપવાની ના પાડનારા : દીકરો ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગતો હતો અને પિતા પાસે ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા

ચંડીગઢ તા.૨૯: ચંડીગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતિન સિહની તેમના જ ૧૮ વર્ષના દીકરા અરમાને ગોળી મારીને હત્યા કરી હતી. શુક્રવારે તેમના ઘરે જ નીતિન સિહનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે દીકરાએ જ પિતાની હત્યા કરી હતી. એ માટેનું કારણ પણ અજીબોગરીબ છે. અરમાને લગ્ન માટે પિતા પાસે ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા. તેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાં હતાં. જોકે નીતિન સિહે દીકરાને કહ્યું હતું કે ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી ખમી જા. જોકે લગ્ન માટેની કાનૂની ઉંમર સુધી રાહ જોવાની સલાહ દીકરાને પચી નહોતી. ગુરુવારે સાંજે પિતા-પુત્ર વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. લગ્નની ના પાડ્યા પછી પિતાએ દીકરાની ૧૦ લાખની ડિમાન્ડને પણ નકારી દેતાં તેણે પિતાના માથામાં ગોળીઓ ધરબી દીધી હતી. અરમાને મમ્મીનું ગળું દબાવીને તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ મમ્મી ઘરની અગાસી પર દોડી ગઈ હતી અને પાડોશીઓ બચાવવા આવી પહોંચ્યા હતા.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
