હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 31st May 2026
તિરુવલ્લુવરની તસવીરને ભગવો રંગ લગાવવા મુદ્દે તામિલનાડુમાં રાજકીય ગરમાવો: ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનનો આકરો પ્રહાર: મહાન સંત કવિના અપમાન મુદ્દે ઉધયનિધિએ સખત શબ્દોમાં નોંધાવ્યો વિરોધ
રાજભવનમાં સંતની તસવીરને ભગવા વસ્ત્રો પહેરાવાતાં વિવાદ; ઉદયનિધિએ સત્તાધારી સોફા-મોડેલ સરકાર અને રાજ્યપાલની ફાસીવાદી માનસિકતા પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હીઃ રાજભવનમાં સંત તિરુવલ્લુવરની તસવીરમાં ભગવા વસ્ત્રો દર્શાવવા મુદ્દે ડીએમકેના યુવા નેતા ઉદયનિધિ સ્ટાલિને સરકાર અને રાજ્યપાલની કડક નિંદા કરી છે.
તામિલનાડુમાં મહાન સંત અને કવિ તિરુવલ્લુવરને ભગવા વસ્ત્રોમાં દર્શાવવા પર ફરી એકવાર મોટો વિવાદ છેડાયો છે. ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રી હંમેશા મ્યુટ મોડમાં રહે છે, અને તેમની આ સોફા-મોડેલ સરકારના રાજમાં રાજ્યપાલના નિવાસસ્થાને તિરુવલ્લુવરને ફરીથી ભગવો કલર લગાવવાની હિંમત કરવામાં આવી છે." તેમણે આ કૃત્યને ફાસીવાદી માનસિકતા ગણાવીને મહાન સંતના અપમાન સમાન ગણાવ્યું હતું. ઉધયનિધિના આકરા નિવેદન બાદ રાજ્યભરમાં તમિલ અસ્મિતા અને ભગવાકરણના મુદ્દે રાજકીય માહોલ ભારે ગરમાયો છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
