તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
પૂજા લોજિસ્ટિક્સ લિ.નો આઈપીઓ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્યોઃ રૂ.૪૪.૨૩ કરોડનો ઇશ્યૂ

રાજકોટ, તા.૨૪: ભારતમાં ટેમ્પરેચર-કંટ્રોલ્ડ લોજિસ્ટિક્સ અને કોલ્ડ-ચેઇન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ પૂરા પાડતી કંપની પૂજા લોજિસ્ટિક્સ લિમિટેડનો આઈપીઓ આજે, ૨૩ સપ્ટેમ્બરના સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્યો છે. આ આઈપીઓ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લો રહેશે. કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર કરવાની યોજના છે.
૨૦૧૧માં સ્થાપિત અને નવી દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતી પૂજા લોજિસ્ટિક્સ એફએમસીજી અને બેકરી, ડેરી અને પોલ્ટ્રી, ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ (કયૂએસઆર), ઈપ્રકોમર્સ અને રિટેલ સહિતના વિવિધ ઉદ્યોગોને ટેમ્પરેચર-કંટ્રોલ્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
કંપનીએ તેના નાણાંકીય પરિણામોમાં સતત વળદ્ધિ નોંધાવી છે. કામગીરીમાંથી થતી આવક નાણાંકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧૨,૩૭૫ લાખથી વધીને નાણાંકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૧૪,૮૭૭ લાખ અને નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૧૬,૫૭૦ લાખ થઈ હતી. એબિટા નાણાંકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧,૯૧૩ લાખથી વધીને નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૨,૭૩૦ લાખ થઈ હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. ૫૭૩ લાખથી વધીને રૂ. ૧,૨૩૪ લાખ થયો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૬માં એબિટા માર્જિન ૧૬.૪૮ ટકા રહ્યું હતું.
આઈપીઓ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બંધ થશે. શેરની ફાળવણી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નક્કી થાય તેવી ધારણા છે, જ્યારે એનએસઈ ઇમર્જ પર કંપનીના શેરનું સૂચિત લિસ્ટિંગ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થશે
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
