News of Monday, 14th September 2026
બ્રાઝિલના લોકપ્રિય ગાયક રે વાકેરોના ખાનગી જેટમાં ભીષણ આગઃ રનવે છોડ્યા બાદ વિમાન બળીને ખાક : જુઓ વિડીયો
વિમાનમાં સવાર ગાયક સહિત આઠેયનો ચમત્કારિક બચાવઃ અગ્નિશામક દળને આગ બુઝાવવામાં પાંચ કલાક લાગ્યા

પારેલ્હાસ: બ્રાઝિલના જાણીતા ફોર્રો ગાયક રે વાકેરો અને તેમની ટીમને લઈને જતું ખાનગી જેટ રવિવારે વહેલી સવારે રિયો ગ્રાન્ડે દો નોર્ટે રાજ્યના પારેલ્હાસ ખાતે ગંભીર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. જોકે સદનસીબે વિમાનમાં સવાર તમામ આઠ વ્યક્તિનો બચાવ થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, પીપી-ડબલ્યુએમઓ નોંધણી ધરાવતું જેટ પારેલ્હાસની ખાનગી હવાઈપટ્ટી પર ઉતરતી વખતે રનવેની મર્યાદા ઓળંગી ગયું હતું. ત્યારબાદ વિમાન ઢોળાવ તરફ ઉતરી ગયું અને તેમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. વિમાનમાં ગાયક રે વાકેરો સહિત છ મુસાફરો તથા પાઇલટ અને સહપાઇલટ એમ બે ચાલકદળના સભ્યો સવાર હતા. આગ વિકરાળ બને તે પહેલાં તમામને બહાર કાઢી લેવાયા હતા.
આઠેય વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવાઈ હતી. કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામક દળે વિમાનની બંને સળગતી ટર્બાઇનને ઠંડી પાડવા અને આગ સંપૂર્ણપણે બુઝાવવા લગભગ પાંચ કલાક કામગીરી કરી હતી.
દુર્ઘટના બાદ રે વાકેરોના પર્નામ્બુકો રાજ્યમાં યોજાનારા બે કાર્યક્રમ રદ કરાયા છે. બ્રાઝિલનું વિમાન દુર્ઘટના તપાસ અને નિવારણ કેન્દ્ર ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સત્તાવાર રીતે જાહેર થયું નથી.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
