હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોકલ ટ્રેનનું સ્ટેટસ બતાવતી લોકપ્રિય 'એમ-ઇન્ડિકેટર' (m-Indicator) એપ બની ગઈ મુંબઈકરોનો અસલ ટ્રોલિંગ અડ્ડો: ટ્રેનના સમય જાણવાના બહાને ચેટ બોક્સમાં ચાલી રહી છે મસ્તીની મહેફિલ
ગળાકાપ ભીડ અને ઓફિસના સ્ટ્રેસ વચ્ચે મુસાફરોએ લાઈવ ચેટ સેક્શનને બનાવી દીધું મીની સોશિયલ મીડિયા; ફોન ખોવાયાથી લઈને ખાણી-પીણી સુધીના દેશી અને રમૂજી સંવાદો સોશિયલ મીડિયા પર થયા વાયરલ.

મુંબઈ : મુંબઈકરોની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનની પળેપળની અપડેટ આપતી અત્યંત લોકપ્રિય 'એમ-ઇન્ડિકેટર' (m-Indicator) એપ માત્ર ટ્રેનના સમય જોવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ હવે તે મુંબઈકરો માટે અસલ મનોરંજન અને ટ્રોલિંગનો અડ્ડો બની ગઈ છે. એક સર્વે મુજબ મુંબઈમાં નોકરી કરતો સામાન્ય માણસ પોતાના જીવનના આખા બે વર્ષ લોકલ ટ્રેનમાં વિતાવી દે છે. આ આકરી અને દોડધામ ભરેલી મુસાફરીના સ્ટેસને દૂર કરવા માટે મુસાફરોએ આ એપના 'લાઈવ ચેટ બોક્સ'ને જ અસલ મિની ફેસબુક કે ટ્વિટર જેવું પ્લેટફોર્મ બનાવી દીધું છે, જેના વાયરલ સ્ક્રીનશોટ્સ હાલ ઇન્ટરનેટ પર ભારે ધમાલ મચાવી રહ્યા છે.
એપના ડેવલપર્સ દ્વારા ચેટ સેક્શનમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હોય છે કે અહીં માત્ર ટ્રેનના સમય અને લોકેશન સંબંધિત સંદેશાઓ જ મોકલવા, પરંતુ મુંબઈકરો ક્યાં નિયમો માનવાના શોખીન છે! પરિણામે, આ ચેટ બોક્સ મેટ્રિમોનિયલ ચર્ચા, ફૂડ રેકમેન્ડેશન, મફતની સલાહો અને હાસ્યથી ભરપૂર સંવાદોનું કેન્દ્ર બની ગયું છે. વાયરલ થયેલી ચેટ્સમાં કોઈ મુસાફરે ફોન ખોવાયાની ચિંતા વ્યક્ત કરી તો સામેથી વળતો જવાબ આવ્યો કે "ફોન ખોવાયો એ પહેલાં સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી હતી કે નહીં?" તો વળી કોઈએ ટ્રેનમાં બેસવાની જગ્યા વિશે પૂછતાં હાસ્યાસ્પદ જવાબો મળ્યા હતા.
સવારે ઓફિસ જવાના પીક અવર્સની ભાગદોડ, ટ્રેન ચૂકાઈ જવાની ચિંતા અને બોસની ખીજ જેવા તમામ ટેન્શન વચ્ચે આ ચેટ બોક્સ મુંબઈકરો માટે બેસ્ટ 'સ્ટ્રેસ બસ્ટર' સાબિત થઈ રહ્યું છે. ટ્રેન ૧૫ મિનિટ મોડી હોય તો પણ આ મસ્તીભર્યા સંવાદો વાંચીને મુસાફરોના ચહેરા પર સ્મિત આવી જાય છે, જે સાબિત કરે છે કે મુંબઈનો સ્પિરિટ ક્યારેય ડગમગતો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
