News of Thursday, 15th October 2026
પ્રાઈવેટ પાર્ટમાં દૂધી નાખીઃ મારપીટ કરીઃ બાળકોની સામે જ પત્ની સાથે કર્યું અમાનવીય કૃત્ય
પ્લમ્બર પતિ બન્યો હેવાન! ભોપાલમાં ક્રૂરતાની તમામ હદો પાર થઈ

ભોપાલ તા.૧૫: રાજધાની ભોપાલના છોલા મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેલું હિસા અને ક્રૂરતાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર એક વ્યક્તિ પર પોતાની પત્ની સાથે નિર્દયતાથી મારપીટ કરવાનો અને તેની સાથે અમાનવીય કૃત્ય કરવાનો આરોપ છે. આરોપ છે કે નશામાં ધૂત પતિએ પહેલાં પત્ની સાથે મારપીટ કરી, ત્યાર બાદ રસ્તા પર તેનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ઘરે પહોંચીને તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં દૂધી નાખી દીધી હતી. ઘટના બાદ પરિવારજનોએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે, આરોપી પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ જ બાબતને લઈને તે મહિલાને તપાસ કરાવવા માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલથી પાછા ફરતી વખતે બંને વચ્ચે વિવાદ થયો હતો. રસ્તામાં ઝઘડો વધતાં આસપાસ હાજર લોકોએ દરમિયાનગીરી કરી અને સમજાવીને મહિલાને ઘરે મોકલી દીધી હતી.
આરોપ છે કે ઘરે પહોંચ્યા બાદ પતિએ ફરીથી પત્ની સાથે મારપીટ કરી અને તેની સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં દૂધી નાખી દીધી હતી. ઘટના બાદ મહિલાની હાલતને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. હાલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે.
આ મામલામાં બાળકોની સામે મહિલા સાથે ક્રૂરતા આચરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. આ ઘટનાએ ઘરેલું હિસા અને મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. જોકે, ઘટનાને લગતી તમામ બાબતોની પુષ્ટિ પોલીસ તપાસ અને અન્ય પુરાવાઓના આધારે થશે.
પોલીસ કમિશનર સંજય કુમારે જણાવ્યું કે, છોલા વિસ્તારમાં એક પતિ દ્વારા પોતાની પત્ની સાથે મારપીટ અને ખોટું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પીડિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે આરોપીની ધરપકડ બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
