તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
લોકસભાની બેઠકો ૫૪૩થી વધારવાની તૈયારી : મહત્તમ ૮૫૦ બેઠકોની જોગવાઈ ધરાવતા સીમાંકન ખરડા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ચર્ચા
મહિલાઓ માટે ૩૩ ટકા અનામત અમલમાં લાવવાનો પ્રયાસ : અગાઉ બંધારણીય સુધારો પસાર ન થતાં સરકાર ફરી સંખ્યાબળ મેળવવાની કવાયતમાં

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકો વધારવા અને મહિલા અનામતનો અમલ સુનિશ્ચિત કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે. એપ્રિલમાં રજૂ થયેલા સીમાંકન સંબંધિત બંધારણીય સુધારામાં લોકસભાની મહત્તમ સભ્યસંખ્યા ૮૫૦ કરવાની જોગવાઈ હતી. જોકે અગાઉ સરકાર દ્વારા સમજાવવામાં આવેલા ૫૦ ટકા બેઠકોના વધારાના મોડેલ મુજબ વર્તમાન ૫૪૩ બેઠકો વધીને આશરે ૮૧૬ થવાની ગણતરી હતી. બંને આંકડા વચ્ચેનો તફાવત મહત્તમ બંધારણીય મર્યાદા અને પ્રસ્તાવિત વાસ્તવિક બેઠકોનો છે. એપ્રિલમાં જરૂરી બહુમતી નહીં મળતાં બંધારણીય સુધારો પસાર થઈ શક્યો નહોતો. હવે સરકાર ફરીથી રાજકીય સમર્થન મેળવવાના પ્રયાસમાં હોવાનું જાણવા મળે છે. વિશેષ સત્રની તારીખ સત્તાવાર રીતે જાહેર થઈ નથી. દક્ષિણના રાજ્યોના પ્રતિનિધિત્વ અંગેની ચિંતાઓ પણ ચર્ચાનો મુખ્ય વિષય છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
