<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

રશિયા સામે યુરોપિયન સંઘના નવા આર્થિક પ્રતિબંધોની તૈયારી : સોમવારે ૧૫૦ સંસ્થાઓ અને ૫૦ બેન્કો સામે કાર્યવાહીનો ફ્રાન્સનો દાવો

યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કો ઉપર આર્થિક દબાણ વધારવાનો નિર્ણય : ફ્રાન્સના મંત્રીએ જાહેરાત કરી, પ્રતિબંધોની અંતિમ મંજૂરી હજુ બાકી

પેરિસ  : રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે યુરોપિયન સંઘ આગામી સોમવારે રશિયા સામે નવા આર્થિક પ્રતિબંધોને મંજૂરી આપશે, તેવી જાહેરાત ફ્રાન્સના યુરોપીય બાબતોના મંત્રી બેન્જામિન હદાદે ગુરુવારે કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આશરે ૧૫૦ સંસ્થાઓ અને ૫૦ બેન્કો સામે પગલાં લેવામાં આવશે. 

 

પ્રતિબંધોની યાદીમાં મોટાભાગનાં નામ ફ્રાન્સે સૂચવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. યુરોપિયન સંઘ રશિયા ઉપર આર્થિક દબાણ જાળવી રાખશે અને યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. 

 

બીજી તરફ રશિયાએ બે ફ્રેન્ચ પત્રકારો અને બે સાંસદોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકતાં ફ્રાન્સે તેની આકરી ટીકા કરી છે. જોકે નવા આર્થિક પ્રતિબંધોને હજુ અંતિમ ઔપચારિક મંજૂરી મળી નથી.

(10:14 PM IST)