<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વૃંદાવનના બાંકે બિહારી મંદિરની વિકાસ યોજના તૈયાર કરોઃ સુપ્રીમ કોર્ટ

ધાર્મિક પરંપરા અને આધુનિક સુવિધાઓ વચ્‍ચે સંતુલન જાળવવા સમિતિમાં ૪ પુજારીઓનો સમાવેશ કરાશે

નવી દિલ્‍હી તા.૨૭: સુપ્રીમ કોર્ટે વૃંદાવન સ્‍થિત પ્રખ્‍યાત ઠાકુરશ્રી બાંકે બિહારીજી મહારાજ મંદિર વિસ્‍તારની સર્વગ્રાહી વિકાસ યોજના તૈયાર કરવા મંગળવારે ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપ્‍યો હતો. આ વિકાસ યોજનામાં રસ્‍તાઓ પહોળા કરવા ઉપરાંત વડીલો, મહિલાઓ, બાળકો અને બીમાર ભક્‍તોને ધ્‍યાનમાં રાખીને વિશેષ સુવિધા ઊભી કરવાનો સમાવેશ થાય છે.

મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્યકાંત અને ન્‍યાયમૂર્તિ જોયમાલ્‍યા બાગચીની ખંડપીઠે આ અંગેની એક અરજીની નોંધ લીધી હતી તથા સદીઓ જૂની પરંપરાઓ અને આધુનિક વહીવટી જરૂરિયાતો વચ્‍ચે સંતુલન જળવાય તે માટે મહત્‍વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્‍યો હતો.ખંડપીઠે મંદિરના  અસરકારક સંચાલન માટે હાઈ પાવર્ડ કમિટી (HPC)માં ગોસ્‍વામી સમાજના ચાર પ્રતિનિધિઓને સામેલ કરવાનો આદેશ આપ્‍યો હતો. રાજ્‍ય સરકાર અને ણ્‍ભ્‍ઘ્‍ને મંદિરની આસપાસના વિસ્‍તાર માટે વ્‍યાપક વિકાસ યોજના તૈયાર કરવાની પણ તાકીદ કરી હતી.

ખંડપીઠે જણાવ્‍યું કે વિકાસ યોજનામાં રસ્‍તાઓને પહોળા કરવા, વેપારી પ્રવૃત્તિઓનું નિયમન, ભક્‍તો અને સ્‍થાનિક રહેવાસીઓ માટેની સુવિધાઓ, હોટલો, ધર્મશાળાઓ, પીવાનું પાણી, શૌચાલયો, ઇમરજન્‍સી બહાર નીકળવાના માર્ગો, જાહેર પરિવહન તથા વડીલો, મહિલાઓ, બાળકો અને બીમાર ભક્‍તો માટે ઇલેક્‍ટ્રિક વ્‍હિકલ સુવિધાનો સમાવેશ થવો જોઈએ.મુખ્‍ય ન્‍યાયાધીશે આદેશમાં જણાવ્‍યું હતું કે અમે રાજ્‍ય સરકાર તેમજ સમિતિને રિપોર્ટ તૈયાર કરીને અમારી સમક્ષ રજૂ કરવાનો અનુરોધ કરીએ છીએ. ‘સેવાયત' (પૂજારીઓ) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્‍યામ દિવાન અને વકીલ તનવી દુબેએ દલીલ કરી કે કોર્ટ દ્વારા નિયુક્‍ત ણ્‍ભ્‍ઘ્‍ મૂળભૂત ધાર્મિક પરંપરાઓમાં દખલ કરી રહી છે. તેમણે ખાસ કરીને સપ્‍ટેમ્‍બર ૨૦૨૫માં HPC દ્વારા દર્શનના સમય બદલવાના આદેશને પડકાર્યો હતો. દિવાને જણાવ્‍યું હતું કે મંદિરના દેવતા જીવતા બાળક સમાન છે. તેમને જાગાડવા, પૂજા-વિધિ અને બપોરના આરામ માટે નિヘતિ સમય હોય છે. આ સમય પ્રાચીન પરંપરાઓ આધારિત છે અને વહીવટી સુવિધા માટે તેમાં ફેરફાર ન થવો જોઈએ.

અરજદારોએ ‘દેહરી પૂજા' (મંદિરના દ્વારા બંધ હોય ત્‍યારે થતી પરંપરાગત પૂજા) બંધ કરવાના મુદ્દા પર પણ વાંધો ઉઠાવ્‍યો હતો. અરજદારોએ પરંપરાગત પૂજા ‘ફૂલ બંગલા સેવા' માટે રૂ.૧.૫૧ લાખની  અતિશય ઊંચી ફી વસૂલાતનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ અગાઉ ફક્‍ત વીજળી અને જાળવણી ખર્ચ ચૂકવીને આ પૂજા કરી શકાતી હતી.

 

(10:44 AM IST)