તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
અમેરિકામાંથી 18 હજાર ભારતીયોની હકાલપટ્ટીની તૈયારી, અપીલ કે વકીલનો પણ નહીં મળે મોકો
ટ્રમ્પ સરકારની કડક ઇમિગ્રેશન નીતિ; ગેરકાયદે વસતા ભારતીયોને ઝડપથી પરત મોકલવાની પ્રક્રિયા

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા અંદાજે 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિ હેઠળ આવા લોકોને અપીલ, દલીલ અથવા વકીલ રાખવાની તક વિના જ દેશનિકાલ કરવામાં આવી શકે છે. અગાઉ પણ અનેક ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને ભારત મોકલવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોની વતન વાપસી માટે અમેરિકા અને ભારત વચ્ચે સંકલન ચાલી રહ્યું છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
