તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું બાળપણનું ઘર ૨૦ લાખ ડોલરમાં વેચાયું
જર્જરિત અને નિર્જન ઘરની નવીનીકરણ પછી બમણી કિંમત ટ્રમ્પના રિયલ એસ્ટેટ ડેવલપર પિતાએ બનાવેલું ઘર ગયા વર્ષે આઠ મિલિયન ડોલરમાં ખરીદાયું હતું

ન્યુ યોર્ક, તા.૧પ : ક્વીન્સમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું બાળપણનું ઘર લગભગ ૧.૯૩ મિલિયન ડોલર (લગભગ ૧૮ કરોડ રૂપિયા)માં વેંચાયું. એક સમયે નિર્જન પડેલી મિલકતનું આઠ મહિના નવીનીકરણ કરીને વૈભવી નિવાસમાં રૂપાંતર કરાતા તેની બમણી કિંમત ઉપજી હતી. પાંચ બેડરૂમ, ત્રણ બાથરૂમ ધરાવતા આ ટયુડોર સ્ટાઈલના ઘરમાં ટ્રમ્પ ચાર વર્ષના હતા ત્યાં સુધી રહ્યા હતા. ડેવલપર ટોમી લિને તેને ખરીદીને નવીનીકરણ કરીને વેંચી નાખ્યું.
૧૯૪૦માં ટ્રમ્પના પિતા, રિયલ એસ્ટેટ, ડેવલપર ફ્રેડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું આ ઘર સમળદ્ધ જમૈકા એસ્ટેટ્સ વિસ્તારમાં આવેલું છે. લિને ગયા વર્ષે આ ખાલી પડેલી અને જર્જરિત થઈ રહેલી મિલકત ૮૩૫,૦૦૦ ડોલરમાં ખરીદી હતી અને આઠ મહિનાના રિનોવેશન પાછળ લગભગ પાંચ લાખ ડોલર ખર્ચ્યા હતા. રિનોવેશનમાં શેફનું કિચન, હેરિંગબોન વૂડ ફર્શ અને સ્પા-સ્ટાઈલના બાથરૂમ ઉમેરાયા હતા.
આ મિલકત અગાઉ તાજેતરના વર્ષોમાં અનેકવાર વેચાઈ હતી. ૨૦૧૭માં ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટૂંક સમયમાં તે ટ્રમ્પ બર્થ હોમ એલએલસીને લગભગ વીસ લાખ ડોલરમાં વેંચાયુ હતું. ત્યાર પછી તેને તેને એરબીએનબીને કાર્ડબોર્ડ કટઆઉટ્સ, તેમની પુસ્તક ધી આર્ટ ઓફ ધી ડીલની કોપીઓ તેમજ ફ્રેમમાં મઢેલા પીપલ મેગેઝીન કવર સહિત ટ્રમ્પ-થીમ મેમોરેબિલિયા સાથે ઓફર કરાયું હતું.
૨૦૧૯માં લગભગ ૨૧ લાખ ડોલર માટે લિસ્ટ થયા પછી ખરીદદાર ન મળતા આ ઘર ફરી જર્જરિત બની ગયું જેમાં પાઈપ તુટવાને કારણે પાણી અને ફુગથી નુકસાન થયું હતું. તેમજ રખડુ બિલાડીઓથી ગ્રસ્ત હતું. હવે ૮૦ વર્ષના થયેલા ટ્રમ્પે વિશાળ એસ્ટેટ એમ્પાયર બનાવ્યું છે અને રાજકરણમાં છે ત્યારે તેમનું બાળપણનું ઘર સ્વયં એક મૂલ્યવાન અંગત ઐતિહાસીક વસ્તુ બની ગઈ છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
