તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમુના અંગરક્ષકને દિવાળીની રાત્રે માથામાં ગોળી મારી: ફટાકડા ફોડવાના વિવાદમાં પડોશીઓએ ગોળીબાર કર્યો: પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવે છે
ઉત્તર પ્રદેશના બાગપતમાં સનસનાટીભરી ઘટના : સૌરભ તોમરની સર્જરી કરી ગોળી બહાર કઢાઈ, બે ભાઈઓ સામે ગુનો: દિવાલ સાથે અથડાઈ ગોળી માથામાં ઘૂસી ગઈ.

બાગપત, તા. ૧૧ : ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રમાલા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગોપાલપુર ખડાણા ગામે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલો સામાન્ય વિવાદ હિંસક બન્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા સાથે જોડાયેલી પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા સૌરભ તોમર પરિવાર સાથે દિવાળી ઉજવવા ગામ આવ્યા હતા.
સૌરભ અને તેમના ભાઈઓ ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે પડોશી ધીરજ અને મોનુ ઉર્ફે પ્રવીણ સાથે બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ધીરજે દેશી બનાવટની પિસ્તોલમાંથી ગોળી ચલાવી હતી. ગોળી પ્રથમ દીવાલ સાથે અથડાઈ અને ત્યારબાદ સૌરભના માથામાં વાગી હતી.
ઈજાગ્રસ્ત સૌરભને સારવાર માટે મેરઠની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સર્જરી કરીને ગોળી બહાર કાઢવામાં આવી હતી.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
