<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી હિમાચલ પ્રદેશના મહત્વપૂર્ણ પ્રવાસે: ૨જી મે સુધી શિમલામાં રોકાણ કરી વિવિધ ઐતિહાસિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં આપશે ખાસ હાજરી

શિમલા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી હિમાચલ પ્રદેશની સત્તાવાર મુલાકાતે પહોંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર માહિતી અનુસાર, તેઓ આગામી ૨જી મે સુધી દેવભૂમિ હિમાચલ પ્રદેશના મહેમાન બનશે. તેઓ શિમલા સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રપતિ નિવાસમાં રોકાણ કરશે. ધર્મશાલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હિમાચલ પ્રદેશના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. 

 

આ ઉપરાંત, રાષ્ટ્રપતિ મુર્મૂ સ્થાનિક મંદિરોના દર્શન કરશે અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશે. તેમની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(9:31 AM IST)