તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનો આજે જન્મ દિવસ
શિક્ષિકાથી કાઉન્સિલર, ધારાસભ્ય, રાજયમંત્રી, રાજયપાલ થી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધીની સફર રાષ્ટ્રપતિ તરીકે આશરે ૧૪૨૬ દિવસથી કાર્યરત

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃભારત ના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ જી નો આજે જન્મ દિવસ છે, આજના દિને આવો આપણે મહામહિમના જીવન ની એક ઝલક જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી નો જન્મ ૨૦ મી જૂન, ૧૯૫૮ ના રોજ ઓડિશા ના મયુરભંજ જીલ્લા ના ઉપરબેડા ગામે થયેલ. પિતા નુ નામ બિરંચી નારાયણ ટુડુ તેઓ સંથાલ આદિવાસી સમાજમાંથી આવે છે,દ્રૌપદી મુર્મુજી નો જન્મ એક સામાન્ય આદિવાસી પરિવાર માં થયો હતો , બાળપણ થી જ તેઓ અભ્યાસ માં હોશિયાર હતાં , તેમણે ભુવનેશ્વરની રામ દેવી વિમેન્સ યુનિવર્સિટી માં થી સ્નાતક ( બી એ. ) ની ડિગ્રી મેળવી હતી. દ્રોપદીજીની શરૂઆતની કારકિર્દી જોઈએ તો તેઓ ઓડિશા સરકારના સિંચાઈ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે સેવા આપી , ત્યારબાદ રાયરંગપુર ની શ્રી અરવિંદ ઇન્ટિગ્રલ એજયુકેશન સેન્ટરમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું, સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય રહ્યાં. સમાજ સેવા જાણે તેમના હાથે લખાઈ હતી,દ્રૌપદી મુર્મુ જી ૧૯૯૭ માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેમની રાજકીય સફર શરૂ થઈ,વર્ષ ૨૦૦૦ માં તેઓ ઓડિશા ની રાયરંગપુર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા,ઓડિશામાં ભાજપ-બીજેડી ગઠબંધન સરકાર માં મંત્રી તરીકે સ્થાન મળ્યું , વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૨ રાજયમંત્રી (વાણિજય અને પરિવહન), ઓડિશા સરકાર માં વાણિજય અને પરિવહન વિભાગના રાજયમંત્રી તરીકે સેવા આપી , ગ્રામ્ય વિસ્તારો માં પરિવહન સુવિધાઓના વિકાસ માટે કામગીરી કરી૨૦૦૨ થી ૨૦૦૪ દરમ્યાન રાજયમંત્રી માછીમારી અને પશુપાલન વિભાગની જવાબદારી સંભાળી , આદિવાસી અને ગ્રામ્ય સમાજના જીવનધોરણ સુધારવા માટે યોજનાઓના અમલમાં ભાગ લીધો.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
