તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ડ્રાયફ્રૂટના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ પ્રતિ કિલો રૂા.૨૦૦થી રૂા. ૬૦૦ સુધીનો વધારો
દિવાળી પર મોંઘવારીનો મોટો ધડાકો! કાજુ-બદામના ભાવ સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે : બદામના ભાવ રૂા. ૧,૧૦૦થી રૂા. ૧,૫૦૦ પ્રતિ કિલો અને કાજુના ભાવ રૂા. ૯૫૦થી રૂા. ૧,૫૦૦ પ્રતિ કિલોને આંબી ગયા

મુંબઈ તા.૨: જેમ જેમ તહેવારોની મોસમ નજીક આવી રહી છે એમ એમ એક પછી એક દરેક વસ્તુઓનો ભાવ વધવા લાગતા મધ્યમવર્ગીઓ પર મોઘવારીનો સીધો માર પડી રહયો છે. હવે ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો ઝીંકાયો હોવાથી તહેવારો દરમિયાન ડ્રાયફ્રૂટ ખરીદવું આ વર્ષે મોંઘું પડી શકે છે.
વાશીની મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ના જથ્થાબંધ બજારમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ પ્રતિ કિલો રૂા. ૨૦૦થી રૂા. ૬૦૦ સુધીનો વધારો નોંધાયો છે. આયાતમાં વિક્ષેપ આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠાની અછત અને પરિવહન ખર્ચ વધવાને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવવધારાની અસર દિવાળીની ખરીદી કરતા પરિવારો ઉપરાંત મીઠાઈ અને ડ્રાયફ્રૂટનો વેપાર કરતા વ્યવસાયિકો પર પણ પડશે.
વાશીની એપીએમસીના વેપારીઓના જણાવ્યા મુજબ લીલા પિસ્તાનો ભાવ પ્રતિ કિલો રૂા. ૩,૦૦૦થી રૂા. ૩,૨૦૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે છોતરાંવાળા (ખારા) પિસ્તા રૂા. ૧,૯૦૦થી રૂા. ૨,૧૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે. બદામના ભાવ રૂા. ૧,૧૦૦થી રૂા. ૧,૫૦૦ પ્રતિ કિલો અને કાજુના ભાવ રૂા. ૯૫૦થી રૂા. ૧,૫૦૦ પ્રતિ કિલોને આંબી ગયા છે. ગયા વર્ષની સરખામણીએ આ ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રીમિયમ ડ્રાયફ્રૂટના ભાવ તો સામાન્ય ગ્રાહકોનું બજેટ વધુ બગાડી શકે છે. મામરો બદામનો ભાવ પ્રતિ કિલો રૂા. ૨,૬૦૦થી રૂા. ૫,૪૦૦ સુધી છે, જ્યારે ચિલગોઝા (પાઈન નટ્સ) રૂા. ૫,૬૦૦થી રૂા. ૬,૦૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સૂકી અંજીર રૂા. ૧,૦૦૦થી રૂા. ૨,૪૦૦ અને અખરોટ રૂા. ૯૦૦થી રૂા. ૨,૨૦૦ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. વિવિધ ગુણવત્તા અને પ્રકાર પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
