<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

આવશ્‍યક ચીજોના ભાવમાં ભડકોઃ નાગરિકોના બજેટ ખોરવાયા

શાકભાજીના ભાવ દોઢાથી બમણાં થઇ ગયા, લીલીભાજી એક કિલોના રૂા.૧૦૦ : નોકરિયાત સહિતના સામાન્‍ય વર્ગના નાગરિકોની વધી ગયેલી આર્થિક મુશ્‍કેલીઓઃ ખાંડ એક કિલોના રૂા.૫૦

નવી દિલ્‍હી,તા.૨૧: ઈરાન -અમેરિકા વચ્‍ચે માર્ચ માસથી શરૂ થયેલું યુધ્‍ધ હજી ચાલુ જ છે ત્‍યારે તેની સીધી અસર ભારતને કુડ ઓઇલ, એલએનજી સહિતના આવશ્‍યક ઈધણના પુરવઠા ઉપર પડી છે. જેના પગલે પેટ્રોલિયમ પદાર્થો સહિત તમામ ચીજ વસ્‍તુઓના ભાવમાં વધારાનું વિષચક્ર શરૂ થયું છે. કુંડઓઈ લના ભાવ એક બેરલના ૯૦ ડોલરની સપાટીએ આવી જતાં હજી ગઇકાલે જ સીએનજીના ભાવમાં કિલોએ રૂા.૨નો વધારો થયો હતો. હવે ભારતમાં મોંથવારીનું વિષચક શરૂ થયું છે તેની આગામી સમયમાં વધુ તિવ્ર અસરો જોવા મળશે.

ભાવ સામાન્‍ય નાગરિકો અને નોકરિયાત વર્ગના બજેટ જ ખોરવાઇ જવા પામ્‍યા છે. આવશ્‍યક ચીજોના ભાવ પણ ૧૫ થી ૨૫ ટકા જેટલા વધી ગયા છે. બીજી તરફ શાકભાજીના પણ હાલમાં દોઢાથી બમણાં થઇ જવા પામ્‍યા છે. પાલખ અને મેથી સહિતની લીલી ભાજીના ભાવ તો એક કિલોના રૂા. ૧૦૦ થઇ ગયા છે. જ્‍યારે કોથમીરના એક કિલોના રૂા.૨૦૦ , કોબીજ એક કિલોના રૂા.૬૦ થી રૂા.૮૦ જ્‍યારે ફુલેવારના એક કિલોના રૂા.૮૦ થી રૂા.૧૦૦ થઇ જવા પામ્‍યા છે. દુધીના એક કિલોના રૂા.૪૦ થી રૂા.૫૦, પરવળના રૂા.૧૦૦, ચોળી, ગવારસિગ, ટીંડોળા, ભીંડા પણ હવે વધી ગયેલા ભાવના કારણે અગાઉ નાગરિકો ૫૦૦ ગ્રામ ખરીદતા હતા તેના બદલે હવે ૨૫૦ ગ્રામ ખરીદતા થઈ ગયા છે. આમ નાગરિકોની ખરીદશક્‍તિમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ શાકભાજી વેચતા નાના ફેરિયા પણ હાલમાં ઘટી ગયેલા વેચાણથી મુશ્‍કેલી અનુભવી રહ્યા છે.

સવારની શરૂઆત ચા સાથે થાય છે ત્‍યારે ચા બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી ખાંડના ભાવ હાલમાં એક કિલોના રૂા.૫૦ થી રૂા.પર થઈ જવા પામ્‍યા છે. ગત સપ્તાહમાં જ એક કિલોએ ખાંડના ભાવ રૂા.૩ થી ૪ વધી ગયા છે. થોડા સમય પહેલાં જ દૂધના ભાવમાં એક લિટરે રનો વધારો થયો હતો. આવી જ રીતે કઠોળના ભાવમાં પણ એક કિલોએ સરેરાશ ૧૫ ટકા ઉપરાંત વધી જવા પામ્‍યા છે.

ખાદ્યતેલના ભાવમાં પણ વધારો ચાલુ રહ્યો છે. એક લિટરે રૂા.૨૦ થી રૂા.૫૦ જેટલો વધારો વિવિધ પ્રકારના ખાદ્યતેલોના ભાવમાં થયો છે. હવે તેલમિલરોએ ૧૩ કિલોના ડબ્‍બામાં પણ પેકિગ બનાવીને વેચાણ કરી રહ્યા છે. સિગતેલના ૧૩ કિલોના ડબ્‍બાનો ભાવ હવે રૂા.૨૬૦૦ની આસપાસ જોવા મળી રહ્યો છે. જયારે એક લિટરના રૂા.૧૯૫ થી રૂા.૨૨૦ થયા છે.

ચા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ભૂકી ચા - દાણેદાર ચાના ભાવ પણ એક કિલોએ રૂા.૩૦ ઉપરાંત વધી જવા પામ્‍યા છે. બીજી તરફ ઘઉં, ચોખા, તુવેરદાળ સહિતની અન્‍ય દાળના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

નોકરી-વ્‍યવસાયના સ્‍થળે જવાનો ખર્ચ વધી ગયો

નાગરિકોને નોકરી-વ્‍યવસાયના સ્‍થળે હવે જવાનો ખર્ચ પેટ્રોલના ભાવમાં તાજેતરમાં થયેલા ઉપરાછાપરી વધારાના કારણે વધી જવા પામ્‍યો છે. દર મહિને ઓછામાં ઓછા રૂા.૨૦૦ થી રૂા.૫૦૦ ઉપરાંતનો આર્થિક બોજો નાગરિકો ઉપર વધ્‍યો છે. સીએનજીથી ચાલતા ખાનગી અને કોમર્શિયલ વાહનો પણ હવે ચલાવવા મોંઘા બન્‍યા છે. એક કિલો સીએનજીના ભાવ રૂ.૮૮ની સપાટીને વટાવી ગયા છે ત્‍યારે ઓટોરીક્ષા દ્વારા ગુજરાન ચલાવતા વર્ગની મુશ્‍કેલી પણ વધી છે. ઘણા શ્રમજીવીઓ શટલ રિક્ષા દ્વારા મુસાફરી કરતાં હતા તેઓને પણ હવે વધેલા ભાડાનો બોજો કનડી રહ્યો છે

(10:47 AM IST)