<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઈસબગુલના ભાવ ઉછળીને ૩૫૦૦ રૂપિયા સુધી પહોંચ્‍યા

પાણીની અછતથી ઉત્‍પાદન ઘટવાની શક્‍યતા

નવી દિલ્‍હી તા.૨૭: ઈસબગુલના ભાવમાં આવ્‍યો મોટો ઉછાળો; ભાવ ઉછળીને ૩૫૦૦ રૂપિયા સુધી પહોંચ્‍યા, પાણીની અછતથી ઉત્‍પાદન ઘટવાની શક્‍યતા. ઉત્તર ગુજરાત અને રાજસ્‍થાનના મુખ્‍ય પાક ગણાતા ઈસબગુલના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજસ્‍થાનમાં પાણીની અછતને કારણે આગામી સિઝનમાં ઉત્‍પાદન ઘટે તેવી પૂરેપૂરી શક્‍યતા છે. આ અછતની ભીતિ વચ્‍ચે બજારમાં ઈસબગુલની માંગ વધી છે અને તેજીનો માહોલ સર્જાયો છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્‍થાનના મુખ્‍ય પાક ગણાતા ઈસબગુલના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજસ્‍થાનમાં પાણીની અછતને કારણે આગામી સિઝનમાં ઉત્‍પાદન ઘટે તેવી પૂરેપૂરી શક્‍યતા છે. આ અછતની ભીતિ વચ્‍ચે બજારમાં ઈસબગુલની માંગ વધી છે અને તેજીનો માહોલ સર્જાયો છે. ગત વર્ષે ભાવ ગગડીને ૨૨૦૦ થી ૨૩૦૦ રૂપિયા થઈ જતાં ખેડૂતોને નુકસાન વેઠવું પડ્‍યું હતું, પરંતુ હવે ભાવ ઉછળીને ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા પહોંચી ગયા છે. આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ મોટો વધારો થવાની સંભાવના હોવાથી ખેડૂતો અને વેપારીઓને સીધો ફાયદો થશે.

ઉત્તર ગુજરાત અને રાજસ્‍થાન એ ઈસબગૂલ પકવતા મુખ્‍ય વિસ્‍તારો છે, જેમાં સૌથી મોટો પાક રાજસ્‍થાનમાં થાય છે. ગત વર્ષે ઈસબગૂલનો પાક ખૂબ સારો રહ્યો હતો, જેને કારણે સિઝનમાં ૩૦૦૦ રૂપિયાની આસપાસ બોલાતો ભાવ ગગડીને ૨૨૦૦ થી ૨૩૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પડતર કિમત કરતા પણ ભાવ તળિયે બેસતા ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો હતો. પરંતુ આ વર્ષે સ્‍થિતિ બદલાઈ છે. રાજસ્‍થાનમાં પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે આગામી સિઝનમાં ઈસબગૂલનું ઉત્‍પાદન ઓછું થવાની પૂરેપૂરી શક્‍યતા છે. ઉત્‍પાદન ઘટવાના કારણે ભાવમાં વધારો નોંધાયો છે અને આવનારા સમયમાં હજુ પણ ભાવ વધે તેવી શક્‍યતાઓ પ્રબળ બનતી દેખાઈ રહી છે.

જીઓ-પોલિટિકલ કારણો અને વધેલા ફ્રેટને લીધે અગાઉ માંગ ઓછી હતી, પરંતુ હવે બજારમાં સારી માંગ છે અને કેટલાક સમયથી વેપાર પણ સારો છે. નવા પાકની અછતની ભીતિને પગલે બજારમાં તેજીનો માહોલ છવાયો છે. ઈસબગૂલના જે ભાવ અગાઉ ૨૨૦૦ થી ૨૩૦૦ રૂપિયા થઈ ગયા હતા, તે ફરી ઉછળીને ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ઈસબગૂલ પકવતા વિસ્‍તારોમાં પાણીની ઉપલબ્‍ધતા ઓછી હોવાથી આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં મોટો ઉછાળો આવે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે.

 

(9:56 AM IST)