તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
રૂ.૪૦૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુઃ એકતા પ્રકાશ પર્વનો પ્રારંભઃ નવો જળપ્રવાસ આકર્ષણનું કેન્દ્ર બનશે

કેવડીયા, તા.૩૧: ભારતના અખંડતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતાનગર (કેવડિયા) સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. આ પ્રસંગે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે દ્રશ્ય અત્યંત મનોહર અને રાષ્ટ્ર-પ્રેમની ભાવનાથી સભર બની રહ્યું હતું.
આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદીએ પ્રવાસીઓ માટે એક વિશેષ ભેટ તરીકે આશરે રૂ.૧૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી એકતા ક્રૂઝ લોકાર્પણ કર્યું છે. નર્મદા નદીના પવિત્ર જળમાં સફર કરતી આ ક્રૂઝ પ્રવાસીઓને અનોખો જળપ્રવાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નયનરમ્ય નજારો પૂરો પાડશે. આ સિવાય એકતાનગરમાં રૂ.૪૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જેનાથી આ ક્ષેત્રમાં પ્રવાસન અને સ્થાનિક રોજગારીને વધુ વેગ મળશે.
ઉજવણીની પૂર્વસંધ્યાએ વડાપ્રધાન મોદીએ એકતાનગર ખાતે અદભુત રોશનીથી ઝળહળી ઉઠેલા એકતા પ્રકાશ પર્વની મુલાકાત લીધી હતી અને ‘ભારત પર્વ'નું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે નર્મદા ઘાટ ખાતે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં ભાગ લીધો હતો. નર્મદે હર જીવનભરના પવિત્ર નાદથી સમગ્ર નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો હતો. રોશનીથી પ્રજ્વલિત આ મહાઆરતી અને સાંસ્કળતિક કળતિઓએ દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પોતાના વ્યસ્ત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન સાંજના સમયે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે અને સલામી ઝીલશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો, અર્ધલશ્કરી દળો અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલી સાંસ્કળતિક ઝાંખીઓ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનીને રજૂ થશે. એકતાનગર ખાતેના તમામ આયોજનો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન રાત્રે વડોદરા એરપોર્ટથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
