<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

વડાપ્રધાન મોદીનો ફિલિપાઇન્‍સના રાષ્ટ્રીય પોશાકમાં ખાસ અંદાજ

ફિલિપાઇન્‍સ ના રાષ્ટ્રપતિ સાથે સમાન પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્‍યા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીઃ શું છે ' બારોંગ તાગાલોગ..'? એક પોશાક માં વ્‍યક્‍ત થયેલો સન્‍માન, મિત્રતા અને સહયોગ નો સંદેશ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી ફિલિપાઇન્‍સ પ્રવાસ દરમિયાન એક સુંદર અને વિશેષ તસવીર સામે આવી છે.

આસિયાન શિખર સંમેલનના પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમ માં વડાપ્રધાન મોદી જી ફિલિપાઇન્‍સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્‍ડ માર્કોસ જુનિયર સાથે ફિલિપાઇન્‍સના પરંપરાગત રાષ્ટ્રીય પોશાક 'બારોંગ તાગાલોગ' માં જોવા મળ્‍યા હતા , બંને નેતા ઓએ એકસરખા પ્રકાર નો પરંપરાગત પહેરવેશ ધારણ કર્યો હતો, આ તસવીર બંને દેશો વચ્‍ચે ના મૈત્રીપૂર્ણ સંબંધો અને સાંસ્‍કૃતિક સન્‍માન નો સુંદર સંદેશ આપી રહી છે.

શું છે બારોંગ તાગાલોગ પોશાક...?

બારોંગ તાગાલોગ ફિલિપાઇન્‍સ નો પરંપરાગત પુરુષ ઔપચારિક પોશાક છે, આ પોશાક સામાન્‍ય રીતે હળવા રંગ ના કાપડ માંથી બનાવવામાં આવે છે, જેમાં સુંદર ભરતકામ અને કલાત્‍મક ડિઝાઇન જોવા મળે છે, ફિલિપાઇન્‍સ માં રાષ્ટ્રીય સમારોહ, સરકારી કાર્યક્રમો, લગ્ન પ્રસંગો અને મહત્ત્વપૂર્ણ ઔપચારિક પ્રસંગોએ આ પોશાક પહેરવાની પરંપરા છે, આ પોશાક ફિલિપાઇન્‍સ ની સંસ્‍કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ઓળખ નું પ્રતીક માનવામાં આવે છે.

સાંસ્‍કૃતિક સન્‍માન સાથે રાજદ્વારી મિત્રતાનો સંદેશ

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જી દ્વારા યજમાન દેશના પરંપરાગત પોશાક ને અપનાવવો એ માત્ર પહેરવેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ યજમાન દેશ ની સંસ્‍કૃતિ અને પરંપરા પ્રત્‍યેના સન્‍માન નું પ્રતીક છે ,  આંતરરાષ્ટ્રીય સંબંધો માં આવા સાંસ્‍કૃતિક અભિગમ નું વિશેષ મહત્ત્વ હોય છે , ભારત અને ફિલિપાઇન્‍સ વચ્‍ચે ના દ્વિપક્ષીય સંબંધો ને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારત-આસિયાન સંબંધો માટે મહત્ત્વપૂર્ણ પ્રવાસ

વડાપ્રધાન મોદી નો ફિલિપાઇન્‍સ પ્રવાસ ભારત ની 'એક્‍ટ ઈસ્‍ટ પોલિસી' અને દક્ષિણ-પૂર્વ એશિયા ના દેશો સાથે ના સંબંધો ની લ્લષ્ટિએ મહત્ત્વ ધરાવે છે.

આસિયાન દેશો સાથે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ટેકનોલોજી, રોકાણ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ પર ભારત સતત સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એક તરફ રાજદ્વારી બેઠકો માં બંને દેશો ના સંબંધો ને નવી ઊંચાઈ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન મોદી નો ફિલિપાઇન્‍સ ના પરંપરાગત પોશાક માં જોવા મળેલો આ અંદાજ બંને દેશો ની સાંસ્‍કૃતિક મિત્રતાનો સુંદર પરિચય કરાવી રહ્યો છે ,

એક પોશાકમાં વ્‍યક્‍ત થયેલો સન્‍માન, મિત્રતા અને સહયોગ નો સંદેશ..!

હાલ માં તો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નો ફિલિપાઇન્‍સ ના રાષ્ટ્રીય પોશાક 'બારોંગ તાગાલોગ' માં જોવા મળેલો આ અંદાજ આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચા નો વિષય બન્‍યો છે.

(11:38 AM IST)