તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રેરણાદાયી ‘મન કી બાત’ કાર્યક્રમ: દેશવાસીઓ સાથે આજે રવિવારે સવારે ૧૧ વાગ્યે સંવાદ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના લોકપ્રિય અને પ્રેરણાદાયી માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા આજે તારીખ ૩૦/૦૮/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૧ કલાકે દેશવાસીઓ સાથે સંવાદ સાધશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશના વિવિધ ખૂણેથી સામે આવતી પ્રેરક ગાથાઓ, સામાજિક પરિવર્તનના પ્રયાસો, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા તેમજ 'આત્મનિર્ભર ભારત' તરફ આગળ વધતા નાગરિકોના યોગદાનની ચર્ચા કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે થતી નવતર પહેલો અને જનભાગીદારીના અનોખા ઉદાહરણો થકી દેશની જનતાને પ્રોત્સાહિત કરશે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો), દૂરદર્શનના તમામ નેટવર્ક તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાંભળી શકાશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
