તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
સ્વીડનના ગોથેનબર્ગમાં પ્રવાસી ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પરંપરાગત બંગાળી સંસ્કૃતિ અને લોકનૃત્યો સાથે ભવ્ય સ્વાગત કરાયું : જુઓ વિડીયો
સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસનની હાજરીમાં ભારતીય કલાકારોએ ભરતનાટ્યમ અને ઓર્કેસ્ટ્રાની અદભુત પ્રસ્તુતિ કરી : ઓપેરા સિંગરે ‘વૈષ્ણવ જન તો’ ભજન ગાઈને પીએમને કર્યા મંત્રમુગ્ધ

Bengali culture is popular world over and Sweden is no exception.
— Narendra Modi (@narendramodi) May 17, 2026
During the community welcome, in which PM Kristersson was also present, a glimpse of the glorious Bengali culture was on display. pic.twitter.com/m28kYPICoM
ગોથેનબર્ગ (સ્વીડન) : પોતાના પાંચ દેશોના પ્રવાસના ભાગરૂપે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ત્યાં વસતા ભારતીય સમુદાય (ડાયસ્પોરા) દ્વારા અભૂતપૂર્વ અને અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ સ્વાગત સમારોહની ખાસ વાત એ હતી કે વિદેશની ધરતી પર ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓની અદભુત ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળની ભવ્ય બંગાળી સંસ્કૃતિના નૃત્યો અને પ્રસ્તુતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને નજીકથી નિહાળી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ભવ્ય સ્વાગત સમારોહના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરીને ભારતીય સમુદાયનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વડાપ્રધાને પોસ્ટમાં લખ્યું હતું કે, બંગાળી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને સ્વીડન પણ તેમાંથી બાકાત નથી. કોમ્યુનિટી વેલકમ દરમિયાન સ્વીડિશ પીએમ ક્રિસ્ટરસનની હાજરીમાં ભારતના આ ગૌરવશાળી વારસાનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે ખરેખર આનંદદાયક છે.
આ સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન લિલા એકેડેમીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મંત્રમુગ્ધ કરી દેનારા ભરતનાટ્યમ નૃત્યની પણ વડાપ્રધાને મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા પ્રવાસી ભારતીયોએ વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને તેને લોકપ્રિય બનાવી છે, જે આપણા બધા માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત, બંને દેશોના વડાપ્રધાનોએ રોન ડેવિસ અલ્વારેઝ અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ ભારત-સ્વીડિશ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે સ્વીડિશ ઓપેરા સિંગર ચાર્લોટ્ટા હુલ્ટે મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો’ ખૂબ જ સૂરબદ્ધ રીતે ગાઈને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના કાલાતીત વિચારો આજે પણ સ્વીડનની ધરતી પર ગુંજી રહ્યા છે તે જોવું હૃદયસ્પર્શી છે. ગાંધીજીના વિચારો આપણને સૌને આ પૃથ્વીને વધુ બહેતર બનાવવા માટે પ્રેરણા આપતા રહેશે. ગોથેનબર્ગમાં વસતા ભારતીયોનો ભારત સાથેનો ઊંડો જોડાણ બંને દેશોના મિત્રતાના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
