હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયેલમાં રાજકીય અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી: અલ્ટ્રા ઓર્થોડોક્સ સમુદાયના રોષને કારણે વર્તમાન સરકાર દ્વારા સંસદ ભંગ કરવા માટેની પ્રારંભિક કાર્યવાહી હાથ ધરવામાં આવી: આજે મતદાન
ઇઝરાયલના નવા વડાપ્રધાન પદ માટે નફ્તાલી બેનેટ અને વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ગળાકાપ કસોકસની હરીફાઈ : ભ્રષ્ટાચારના કેસમાં નેતન્યાહુ સામેની સુનાવણી રાજદ્વારી અને સુરક્ષા કારણોસર રદ કરવામાં આવી: જ્યારે આગામી વડાપ્રધાન પદ માટે બે મુખ્ય નેતાઓ વચ્ચેની હરીફાઈ અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી

જેરુસલેમ: ઇઝરાયેલમાં સત્તાધારી પક્ષ દ્વારા સંસદને ભંગ કરવા માટેના ખરડા પર પ્રારંભિક મતદાન યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નેતન્યાહુ સામેના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી સુરક્ષા કારણો આગળ ધરીને રદ કરવામાં આવી છે અને નવા વડાપ્રધાન માટે બે નેતાઓ વચ્ચે અત્યંત કાંટાની અને સીધી ટક્કર ચાલી રહી છે.
સત્તાવાર અહેવાલો મુજબ ઇઝરાયેલમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્ટ્રા ઓર્થોડોક્સ સમુદાયના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પ્રત્યેના ગુસ્સા વચ્ચે શાસક પક્ષ સંસદને વિસર્જિત કરવા માટેના ખરડાને આગળ ધપાવી રહ્યો છે.
આજે બુધવારે સંસદ ભંગ કરવા માટે પ્રારંભિક મતદાન યોજાવવાની શક્યતા છે. આ દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની સુનાવણી રાજદ્વારી અને સુરક્ષા કાર્યક્રમોના કારણે રદ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગાઝા, લેબનોન અને ઈરાનમાં તાજેતરના સંઘર્ષ સંબંધિત ફરજોનું કારણ આપીને વડાપ્રધાન અવારનવાર આ કેસની સુનાવણી રદ કરવા અથવા ટૂંકાવવા માટે વિનંતી કરતા રહ્યા છે.
બીજી તરફ ઇઝરાયેલના આગામી વડાપ્રધાન કોણ બનશે તેને લઈને લોકો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે ઉત્સુકતા છે. નવા વડાપ્રધાન પદ માટે નફ્તાલી બેનેટ અને વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મજબૂત હરીફાઈ જોવા મળી રહી છે. પોલીમાર્કેટના આંકડા મુજબ નફ્તાલી બેનેટને ચાલીસ ટકા અને નેતન્યાહુને ઓગણચાલીસ ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે. *
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
