તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
નવરાત્રિમાં પાર્ટનરથી માંડીને ટીનેજર્સ પર વોચ રાખશે પ્રાઈવેટ ડિટેક્ટિવ
ગરબા ગ્રાઉન્ડમાં રાસની સાથે ખુલશે રાઝ! આ વર્ષે નવરાત્રીમાં પ્રાઈવેટ ડિટેક્ટિવની ડિમાન્ડ ૪૦ ટકા વધીઃ એક રાતની વોચના ૫ હજાર સુધીની ચૂકવણી : પાર્ટનરથી માંડીને ટીનેજર્સની જાસૂસી કરાવી રહ્યા છે પરિવારજનોઃ ગરબાની મોજ વચ્ચે શંકાનું સાયલન્ટ સર્વેલન્સઃ ચણિયાચોળીના આભલાં કે ઝૂમખાંમાં ફીટ થઈ શકે તેવા કેમેરા

નવી દિલ્હી તા.૬: નવરાત્રિ એટલે ગરબા, દાંડિયા, રંગબેરંગી ચણિયાચોળી અને મોડી રાત સુધી ચાલતો ઉત્સવ. પરંતુ આ જ નવરાત્રિ દરમિયાન શહેરમાં એક અલગ પ્રકારની દોડધામ પણ જોવા મળી રહી છે. ગરબા ગ્રાઉન્ડ પર એક તરફ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો પોતાના પાર્ટનર કે સંતાનો પર નજર રાખવા માટે ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓનો સહારો લઈ રહ્યા છે. સુરક્ષા, શંકા અને કુસંગત જેવી ચિંતાઓને કારણે નવરાત્રિ દરમિયાન પ્રાઈવેટ સર્વેલન્સના કેસમાં મોટો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
એક પ્રાઈવેટ ડિટેક્ટિવ કંપનીના MD વિશાલ ત્રિવેદીએ જણાવ્યું કે, ગત વર્ષની નવરાત્રિની સરખામણીએ આ વર્ષે તેમની એજન્સી પાસે સર્વેલન્સ સંબંધિત કેસમાં આશરે ૩૫થી ૪૦ ટકાનો વધારો થયો છે. ૨૦૨૫ની નવરાત્રિ દરમિયાન તેમની એજન્સીએ અંદાજે ૨૪થી ૨૫ કેસ હેન્ડલ કર્યા હતા, જ્યારે આ વર્ષે નવરાત્રિ સિઝનમાં આશરે ૩૬ જેટલા કેસ પર કામ ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. નવરાત્રિના દિવસોમાં લોકોની વ્યક્તિગત જિદગી પર નજર રાખવાની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે.
નવરાત્રિ દરમિયાન પાર્ટનરના ચીટિંગને લઈને આવતા કેસોમાં પણ એક ખાસ પેટર્ન જોવા મળી રહી છે. પાર્ટનર ગરબા રમવા જવાના બહાને બહાર જાય અને ખરેખર કોની સાથે સમય પસાર કરે છે તે જાણવા માટે ડિટેક્ટિવ્સની મદદ લેવામાં આવતી હોવાનું જણાવાયું છે. ક્યારેક ઓફિસના કલીગ્સ સાથે ગરબા છે, જૂના ફ્રેન્ડ્સ સાથે જવાનું છે અથવા બહેનોનું અલગ ગ્રુપ છે જેવા બહાના અંગે પાર્ટનરને શંકા ઊભી થાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો પોતાના પાર્ટનરની હિલચાલની તપાસ કરાવવા માટે ખાનગી સર્વેલન્સ કરાવતા હોવાનું ડિટેક્ટિવ એજન્સીનું કહેવું છે.
માત્ર પતિ-પત્ની કે લવ પાર્ટનરના કેસ જ નહીં, પરંતુ ટીનેજ સંતાનોને લઈને પણ માતા-પિતાની ચિતા વધી રહી છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન સંતાનો ક્યાં જાય છે, કોની સાથે રહે છે અને મોડી રાત્રે ઘરે પરત આવે છે કે નહીં તે અંગે કેટલાક માતા-પિતા સર્વેલન્સ કરાવી રહ્યા છે. દીકરીઓની સેફટી અંગે ચિતા સાથે દીકરાઓ ખોટી સંગત અથવા તો નશા કે ડ્રગ્સ તરફ તો નથી જઈ રહ્યા ને? તે જાણવા માટે પણ પ્રાઈવેટ ઈન્વેસ્ટીગેટરની મદદ લેવામાં આવી રહી છે. વિશાલ ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ સિઝનમાં ટીનેજર્સની ડ્રગ્સ અથવા ખોટી સંગત અંગેના આશરે ત્રણ ગંભીર કેસ પણ તેમની એજન્સી પાસે આવ્યા છે.
નવરાત્રિમાં યુવાનો માટે ગરબા માત્ર એક તહેવાર નહીં, પરંતુ સોશિયલ લાઇફનો પણ મહત્વનો ભાગ બની ગયો છે. રાત્રિના સમયે મોટા ગ્રાઉન્ડ્સ પર હજારો લોકો એકઠા થાય છે અને આ ભીડમાં કોણ ક્યાં જાય છે તેની માહિતી મેળવવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં શંકા ધરાવતા લોકો ખાનગી ડિટેક્ટિવ્સનો સંપર્ક કરી રહ્યા છે. એક તરફ સોશિયલ મીડિયા અને ટેક્રોલોજીએ લોકોની જિદગી વધુ ખુલ્લી બનાવી છે, તો બીજી તરફ એ જ ટેક્રોલોજીનો ઉપયોગ ખાનગી સર્વેલન્સ માટે થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આધુનિક ટેકનોલોજીના કારણે ખાનગી સર્વેલન્સનું સ્વરૂપ પણ બદલાયું છે. ડિટેક્ટિવ એજન્સીના જણાવ્યા મુજબ, નાના કદના સ્પાય કેમેરા અને અન્ય સર્વેલન્સ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. બટન કેમેરા, વોચ કે રિગ જેવા ડિવાઇસનો ઉલ્લેખ પણ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. કેટલાક સ્પાય કેમેરા તો એટલા નાના છે કે તેને ચણિયાચોળીના આભલા, ઝૂમખા કે પછી હાથના કડાં અથવા તો વોચ કે રિગમાં પણ છુપાવી શકાય છે. કેટલાક કેસમાં કપડાંની ડિઝાઇન સાથે સાધનો છુપાવી શકાય તેવી ટેક્રોલોજીનો ઉપયોગ થતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, કોઈપણ વ્યક્તિની પરવાનગી વિના તેની ખાનગી જિદગીમાં ગેરકાયદેસર રીતે દખલ કરવી કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.
આવી ખાનગી તપાસ માટે લોકો ખર્ચ કરવામાં પણ પાછી પાની કરતા નથી. ડિટેક્ટિવ એજન્સીના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને માત્ર એક રાત માટે સર્વેલન્સ કરાવવું હોય તો આશરે રૂા.૪,૫૦૦થી રૂા.૫,૦૦૦ સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે નવરાત્રિના સમગ્ર ૧૦ દિવસ દરમિયાન સતત સર્વેલન્સ કરાવવાનું હોય તો, આશરે રૂા.૪,૦૦૦ પ્રતિ દિવસના હિસાબે પેકેજ નક્કી કરવામાં આવે છે. એટલે કે ૧૦ દિવસની વોચ માટે ક્લાયન્ટને આશરે રૂા.૪૦ હજાર સુધીનો ખર્ચ થઈ શકે છે.
આવી જ એક ખાનગી ડિટેક્ટિવ કંપનીના પ્રસાર પ્રજાપતિ કહે છે કે, નવરાત્રી દરમિયાન ડિટેક્ટિવ એજન્સીઓનું કામ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. નવરાત્રીમાં યુવક-યુવતીઓ મોડી રાત સુધી બહાર રહેતા હોવાથી પાર્ટનરની વફાદારી ચેક કરાવવા માટેના કેસ વધે છે. સાથે જ માતા-પિતા પણ પોતાના ૧૮થી ૨૦ વર્ષની ઉંમરના સંતાનોની સુરક્ષા અને તેઓ ક્યાં જાય છે, કોની સાથે રહે છે તથા કોઈ ખોટી સંગતમાં તો નથી ને તે જાણવા માટે ડિટેક્ટિવ સર્વિસ લેતા હોય છે. ખાસ કરીને ડ્રગ્સના વધતા ચલણને કારણે વાલીઓમાં ચિતા રહેતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રસાર પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, હાલમાં તેમની પાસે નવરાત્રીને લગતા આશરે ૩૫થી ૪૦ કેસ આવ્યા છે, જેમાંથી ૨૫થી ૨૭ કેસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને અન્ય કેસમાં કામગીરી ચાલી રહી છે. કેસની જરૂરિયાત પ્રમાણે એક કેસમાં એકથી બે વ્યક્તિઓને સર્વેલન્સ માટે મુકવામાં આવે છે. સુરતમાં ડિટેક્ટિવ એજન્સીઓની સંખ્યા અમદાવાદની સરખામણીએ ઓછી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, સુરતમાં તેમની એજન્સીએ આશરે ૧૬ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને હાલમાં ત્રણથી વધુ એજન્સીઓ સક્રિય નથી. નવરાત્રી દરમિયાન તેમની ટીમમાં આશરે ૪૦થી વધુ લોકો કામગીરી કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે સર્વિસ ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરવામાં આવે છે. એક દિવસના સર્વેલન્સ માટે આશરે રૂા.૭,૦૦૦ જ્યારે ૧૦ દિવસના પેકેજ માટે રૂા.૬૦,૦૦૦ સુધીનો ચાર્જ લેવામાં આવે છે.
આમ, નવરાત્રિના રંગીન માહોલમાં એક તરફ ગરબાની મોજ અને ઉત્સાહ છે, તો બીજી તરફ સંબંધોમાં વધતી શંકા, સંતાનોની ચિતા અને ખાનગી જાસૂસીનું એક અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે. ગરબા ગ્રાઉન્ડ પર વાગતા ઢોલના તાલ વચ્ચે કેટલાક લોકો માટે આ નવરાત્રિ મોજની નહીં, પરંતુ પોતાના પાર્ટનર કે સંતાન પર નજર રાખવાની નવરાત્રિ બની રહી છે
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
