News of Saturday, 18th April 2026
મહિલા અનામત બિલ મુદ્દે પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકારની નિયત ઉપર ઉઠાવ્યા સવાલ: “તાત્કાલિક અમલ કેમ નહીં?”
કોંગ્રેસ નેતાનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: બિલ પસાર કર્યા બાદ લાગુ કરવામાં વિલંબ સામે વાંધો, મહિલાઓને જલ્દી અધિકાર મળવો જોઈએ; સંસદમાં મુદ્દો ગાજ્યો

નવી દિલ્હી, તા.૧૮: મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. સંસદમાં બિલ પસાર થયા બાદ તેના અમલમાં થઈ રહેલા વિલંબને લઈને પ્રિયંકા ગાંધીએ સરકારની નિયત પર સવાલ ઉઠાવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલા અનામત બિલ પસાર કરવું એ સ્વાગત યોગ્ય પગલું છે, પરંતુ તેને તાત્કાલિક અમલમાં ન મુકવું એ મહિલાઓ સાથે અન્યાય છે. જો સરકાર ખરેખર મહિલા સશક્તિકરણ ઈચ્છતી હોય તો બિલને વસ્તી ગણતરી અને સીમાંકનની શરતો વગર જલ્દી લાગુ કરવું જોઈએ. વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે, જેના કારણે મહિલાઓને અનામતનો લાભ મળવામાં મોડું થશે.
તેમણે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર રાજકીય લાભ માટે બિલ લાવી છે, પરંતુ તેને જમીની સ્તરે લાગુ કરવાની તેની મંશા નથી. દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામત બિલનો તાત્કાલિક અમલ જરૂરી છે.
કોંગ્રેસ સહિત વિપક્ષી દળો સત માગ કરી રહ્યા છે કે મહિલા અનામત બિલને આગામી લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવામાં આવે. પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ સંસદની અંદર અને બહાર ફરી એકવાર મહિલા અનામત બિલનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
