હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 21st June 2026
CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યુએશનના પરિણામો જાહેર કરવાની પ્રક્રીયા
બાકી રહેલી અરજીઓના પરિણામો પણ આગામી દિવસોમાં જુદા-જુદા તબક્કાવાર ઉપલબ્ધ કરાવી દેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ સામે આવી છે. બોર્ડે ધોરણ 12ની પરીક્ષાના ગુણ વેરિફિકેશન અને રી-ઈવેલ્યુએશનના પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. આ પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં કુલ મળેલી અરજીઓમાંથી 87% કરતાં વધુ પરિણામો આજે જ જાહેર કરી દેવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, બાકી રહેલી અરજીઓના પરિણામો પણ આગામી દિવસોમાં જુદા-જુદા તબક્કાવાર ઉપલબ્ધ કરાવી દેવાશે અને આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
