<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

પ્રોસેસર-હાર્ડ ડ્રાઈવ-રેમની અછતઃ છ માસમાં ભાવ ભડકે બળ્‍યા

ગુજરાતમાં ૪૦ હજારમાં તૈયાર થતા કમ્‍પ્‍યુટરની કિંમત ૬૫થી ૭૦ હજારે પહોંચી : કમ્‍પ્‍યુટર મોંઘા થતા વેચાણ પ૦ ટકા જેટલું ઘટયું: વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિત તમામ ક્ષેત્રના લોકો માટે નવા કમ્‍પ્‍યુટર ખરીદવા મુશ્‍કેલ બન્‍યા

નવી દિલ્‍હી,તા.૨૦: સામાન્‍ય રીતે જેમ-જેમ નવી ટેકનોલોજી વિકસે તેમ જૂની છે. પરંતુ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઈન્‍ટેલીજન્‍સ આવ્‍યા બાદ જાણે ઉલટી ગંગા વહી છે. છેલ્‍લાં છ મહિનામાં હાર્ડ ડિસ્‍ક, રેમ, પ્રોસેસર, ગ્રાફિક જેવા મૂળભૂત કમ્‍પ્‍યુટર પાર્ટ્‍સની સર્જાતા ભાવ વધીને બેથી ત્રણ ગણાં ગયા છે. પરિણામે અમદાવાદ રાજ્‍યભરના બજારોમાં જે કમ્‍પ્‍યુટર હજી ગત વર્ષ સુધી ૪૦ હજારમાં વેચાતા હતા તે હવે દુ૫થી ૭૦ હજારમાં વેચાઈ છે. આજે ડિજિટલ યુગમાં ફરી એક દેશમાં વર્ષ ૧૯૮૫ના દાયકામાં કમ્‍પ્‍યુટર આવ્‍યા હતા, તે સમય જેટલા મોંઘા બની ગયા છે!

આજના ડિજિટલ યુગમાં શાળા- સરકારી-ખાનગી ઓફિસમાં એક દિવસ પણ કમ્‍પ્‍યુટર બંધ પડી જાય તો બધા કામ અટકી પડે છે. વર્ષ ૨૦૦૦ના કાર્ડ દાયકામાં લક્‍ઝરી ગણાતા કમ્‍પ્‍યુટર, અછત લેપટોપ હવે રોજિદા જીવનનો ભાગ થઈ બની ગયા છે. તેવામાં છેલ્‍લાં છ (રેન્‍ડમ એક્‍સેસ મેમરી), એસએસડી સહિત મહિનાથી ગુજરાતમાં પ્રોસેસર, રેમ , (સોલિડ સ્‍ટેટ ડ્રાઈવ) અને રહ્યા જીપીયુ(ગ્રાફિક્‍સ પ્રોસેસિગ યુનિટ) જેવા વાર મહત્‍વના કમ્‍પ્‍યુટર પાર્ટ્‍સની અછત જ્‍યારે સર્જાઈ છે. જેના લીધે જાન્‍યુઆરીથી લઈને અત્‍યાર સુધી આ ચારેય પાર્ટ્‍સના ભાવ વધીને બેથી ત્રણ ગણાં થઈ ગયા છે. એટલે સાવ બેઝિક ફીચરવાળા સાદા કમ્‍પ્‍યુટર જે પહેલાં ૪૦થી ૪૫ હજારમાં વેચાઈ રહ્યા છે. અમદાવાદના કમ્‍પ્‍યુટર ડીલરના જણાવ્‍યા અનુસાર, ભાવ વેચાતા હતા, તે હવે ૬૫થી ૭૦ હજારમાં વધારાના લીધે કમ્‍પ્‍યુટરના વેચાણ ૫૦ ટકા જેટલું ઘટી ગયું છે. તેવી જ અસર લેપટોપની ખરીદી પર પણ પડી છે.

વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ સહિત તમામ ક્ષેત્રના લોકો માટે નવું કમ્‍પ્‍યુટર ખરીદવું મુશ્‍કેલ બની ગયું છે. ખાસ કરીને આઈટી ક્ષેત્રનો અભ્‍યાસ કરતા છાત્રોને હેવી પ્રોસેસરવાળા ગેમિગ અથવા વર્ક સ્‍ટેશન પીસી ખરીદવા માટે દોઢથીત્રણ લાખ ખર્ચવાનો વારો આવ્‍યો છે.

ભાવ વધારા માટે એઆઈ કેવી રીતે જવાબદાર?

આજે સાવ સામાન્‍યથી લઈને અઘરાથી અઘરા સવાલનો જવાબ એઆઈ સેકન્‍ડોમાં આપી દે છે. જેના માટે એઆઈના એક-એક ડેટા સેન્‍ટર પર ૧૦૦ પેટાબાઈટ એટલે એક લાખ ટીબી(ટેરાબાઈટ) જેટલો ડેટા સ્‍ટોર કરાય છે. તેમજ તેને મિલિસેકન્‍ડમાં પ્રેસેસ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આટલો મોટો ડેટા સ્‍ટોર કરવા તેમજ ઝડપથી પ્રોસેસ કરવા માટે ડેટા  સેન્‍ટરમાં પણ કમ્‍પ્‍યુટરની જેમ જ એસએસડી, એચડીડી, પ્રોસેસર, જીપીયુ વગેરેનો ઉપયોગ થાય છે. ત્‍યારે આવા પાર્ટ્‍સનો મોટો જથ્‍થો ડેટા સેન્‍ટ દ્વારા ખરીદી લેવાતો હોવાથી બજારમાં તેની અછત સર્જાતા ભાવ આસમાને પહોંચી ગયા છે.

તાઈવાન, ચીન, ફિલિપીન્‍સથી આવતા કમ્‍પ્‍યુટર પાર્ટ્‍સની આયાત ખોરવાઈ

અમદાવાદ કમ્‍પ્‍યુટર મર્ચન્‍ટ અસોસિએશનના સેક્રેટરી જણાવે છે કે, એઆઈ ડેટા સેન્‍ટર માટે મોટી સંખ્‍યામાં સ્‍ટોરેજ ડિવાઈઝ અને પ્રોસેસરની જરૂર હોવાથી તેમની માંગ વધી ગઈ છે. આ તમામ વસ્‍તુમાં ચિપનો ઉપયોગ થાય છે. ત્‍યારે ડેટા સેન્‍ટર ચલાવતી કંપનીઓ દ્વારા ચિપ, હાર્ડ ડ્રાઈવ અને પ્રોસેસર બનાવતી કંપનીઓને બે-ત્રણ વર્ષના એડવાન્‍સ પેમેન્‍ટ કરી તેમની પાસેથી મોટા ભાગનું ઉત્‍પાદન ખરીદી લેવાયું છે. જેથી રિટેલ બજારમાં આવા પાર્ટ્‍સની અછત સર્જાઈ છે. ગુજરાતમાં કમ્‍પ્‍યુટર પાર્ટ્‍સ તાઈવાન, ચીન અને ફિલિપીન્‍સથી આવે છે. છેલ્‍લાં ચાર-પાંચ મહિનાથી આવા પાર્ટ્‍સની આયાત લગભગ બંધ થઈ ગઈ હતી. જે હવે ધીમે ધીમે ફરી શરૂ થઈ રહી છે.

છ મહિનામાં કમ્‍પ્‍યુટર પાર્ટ્‍સમાં વધેલા ભાવ

વસ્‍તુ      જૂના ભાવ   નવા ભાવ

એસએસડી ૫૦૦

જીબી      ૩૦૦૦      ૯૦૦૦

એક ટીબી ૬૦૦૦      ૧૫૦૦૦       

રેમ

ડીડીઆર-૪    ૩૫૦૦ ૧૦,૦૦૦

ડીડીઆર-૫    ૪૫૦૦ ૧૬,૦૦૦

ગ્રાફિક કાર્ડ

૨ જીબી   ૩૦૦૦      ૬૦૦૦

૪ જીબી   ૧૦,૦૦૦    ૧૮,૦૦૦

પ્રોસેસર

આઈ-૩   ૭૦૦૦      ૧૨,૦૦૦

આઈ-૫ ૧૨,૦૦૦       ૧૮,૦૦૦

 

(9:54 AM IST)