<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

કેરળના મલપ્પુરમ ખાતે વિરોધ પ્રદર્શન :મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાન સામે કોંગ્રેસ દ્વારા વિરોધ માર્ચ :જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગ

પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્રિત થઈને એક ભવ્ય વિરોધ માર્ચ કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો

કેરળના મલપ્પુરમ ખાતે ઉત્તરાખંડના હલ્દવાનીમા  અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કથિત અપમાન સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.હતો. પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્રિત થઈને એક ભવ્ય વિરોધ માર્ચ કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો પ્રદર્શનકારીઓએ આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વિરોધ માર્ચને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

(10:58 AM IST)