તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 20th April 2026
મણિપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં બે બાળકોના મોતના વિરોધમાં રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ
પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો :સ્થાનિકોએ બૉમ્બ બ્લાસ્ટના દોષિતોને કડક સજા કરવાની માંગ ઉઠાવી

મણિપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં બે બાળકોના મોતના વિરોધમાં કાઢવામાં આવેલી રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. રેલી દરમિયાન સ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના દાવા મુજબ, કેટલાક અસામાજિક તત્વોએ સુરક્ષા દળો પર પેટ્રોલ બૉમ્બ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. જોકે, બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને સ્થાનિકોએ બૉમ્બ બ્લાસ્ટના દોષિતોને કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ, મણિપુરના અનેક સંગઠનો દ્વારા પહાડી વિસ્તારોમાં સક્રિય કુકી ઉગ્રવાદીઓ સામે તાત્કાલિક એક્શન લેવા માટે પણ સરકાર પર દબાણ વધારવામાં આવ્યું છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
