<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ 'બર્બરતા'ના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ૨૬ જુલાઈએ દેશવ્યાપી કેન્ડલ માર્ચનું આહવાન

સંસદ ચલો માર્ચ દરમિયાન થયેલી કાર્યવાહી સામે રવિવારે સાંજે ૬ વાગ્યે દેશના દરેક જિલ્લામાં યોજાશે કેન્ડલ માર્ચ : સીજેપીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી

નવી દિલ્હી:દિલ્હીમાં યોજાયેલા 'સંસદ ચલો' માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસી 'બર્બરતા' અને કડક કાર્યવાહીના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આવતીકાલે, ૨૬ જુલાઈના રોજ દેશવ્યાપી કેન્ડલ માર્ચ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્ડલ માર્ચ રવિવારે સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે.

સોશિયલ મીડિયા દ્વારા દેશભરના જિલ્લાઓમાં વિરોધનું આહવાન:
પાર્ટી દ્વારા પોતાના અધિકૃત 'X' (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી આ દેશવ્યાપી આંદોલનની માહિતી શેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે, "દેશવ્યાપી કેન્ડલ માર્ચનું આહવાન. દરેક જિલ્લો, એક દિવસ, એક માંગ. ભારતભરમાં પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં એકતા દર્શાવો."

દેશભરમાં વિરોધ પ્રદર્શન તેજ કરવાનો નિર્ણય:
દિલ્હીના જંતર-મંતર અને સંસદ તરફ માર્ચ કરી રહેલા આંદોલનકારીઓ પર થયેલી કાર્યવાહી બાદ પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ૨૬ જુલાઈએ રવિવારે દેશના તમામ જિલ્લા મથકો પર એકસાથે સાંજે ૬ વાગ્યે કેન્ડલ માર્ચ યોજીને વિરોધ નોંધાવવા અને પીડિતો માટે ન્યાયની માંગ કરવા માટે લોકોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરવામાં આવી છે.

(1:54 PM IST)