હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફ્રાન્સમાં ભડકે બળતું આંદોલન: 'યલો વેસ્ટ' ચળવળ પુનઃજીવિત થવાના ભય વચ્ચે હિંસા અને પથ્થરમારો
પેરિસ સહિત મુખ્ય શહેરોમાં સડકો પર વિરોધ પ્રદર્શન, પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર અથડામણમાં અશ્રુવાયુના ગોળા છોડાયા

પેરિસ : ફ્રાન્સમાં શૈક્ષણિક સુધારા, સરકારી નીતિઓ અને વધતી મોંઘવારી સામે શરૂ થયેલું આંદોલન હવે સમગ્ર દેશમાં હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પાટનગર પેરિસ સહિત માર્સેલી, લિયોન અને રેન્સ જેવા મુખ્ય શહેરોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે આમને-સામને અથડામણ થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પ્રદર્શનકારીઓ પર અશ્રુવાયુ (ટિયર ગેસ) ના ગોળા અને સ્ટન ગ્રેનેડ છોડવાની ફરજ પડી હતી.
આંદોલનની શરૂઆત પેરિસની એક હાઇ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક નીતિઓ અને કઠોર શિસ્ત સામે કરવામા આવેલા નાના વિરોધથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓની માગણીઓ પર સરકારના પ્રારંભિક પ્રતિભાવથી સંતોષ ન મળતાં આ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન ફ્રાન્સને હચમચાવી મુકનારી આક્રમક 'યલો વેસ્ટ' (Yellow Vest) ચળવળની તર્જ પર હવે ડાબેરી જૂથો અને કટ્ટરપંથીઓ પણ આ આંદોલનમાં જોડાઈ જતાં તંગદિલી ચરમસીમાએ પહોંચી છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વડા લોરેન્ટ નુનેઝના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ૭૦,૦૦૦ થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવવાનો અને 'બળવો' કરવાની હાકલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્તાવાળાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનાર અને પ્રતિબંધિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દિન-પ્રતિદિન વણસી રહેલી આ પરિસ્થિતિને પગલે દેશમાં સામાજિક અશાંતિનો ભય વધી રહ્યો છે. પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર દેખરેખ વધારવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે શાંતિ વાર્તા થાય છે કે પોલીસ કાર્યવાહી વધુ સખત બનાવવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
