હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી હોસ્પિટલોમાંથી જનતાનો વિશ્વાસ ઉઠયોઃ ૭૦ ટકા લોકો ખાનગી દવાખાનામાં સારવાર લે છે
મેડિકલ ટુરિઝમના બણગાઃ સરકારી હોસ્પિટલો રામભરોસે : ગ્રામ્યમાં ૫૮.૫ ટકા અને શહેરોમાં ૬૯.૫ ટકા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે : સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ડિમાન્ડ

નવી દિલ્હી તા.૨૦: મેડિકલ ટુરિઝમ’ના મસમોટા ભાષણો સાંભળીને કદાચ વિદેશી દર્દીઓઍ ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર લેવાનું મન બનાવ્યું હશે પણ ગુજરાતની જનતાનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝક્શન-હેલ્થ ઈન્ડિયાના તાજેતરના રિપોર્ટે ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ખોલતી સર્જરી કરી છે કે, માત્ર ૩૦ ટકા હિમતવાળા દદીઓ જ સરકારી હોસ્પિટલોના પગથિયાં ચડે છે. બાકીના ૭૦ ટકા દર્દીઓ તો ખિસ્સા ખાલી કરીને પણ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર મેળવવા મજબૂર બન્યાં છે.
સરકારી કાગળો પર ભલે બધી સુવિયાઓ ઓલ ઈઝ વેલ હોય, પણ ગ્રાઉન્ડ ઍ છે ગામડાના જ મણી, શહેરોમાં પણ લોકો ખાનગી હોસ્પિટલના મોટામસ બિલ ભરવા મજબૂર બન્યા છે. આરોગ્ય વિભાગ તો વિદેશી દદીઓને આકર્ષવાની યોજનાઓ ઘડે છે, ત્યારે ગુજરાતના નાગરિકો સરકારી હોસ્પિટલમાં ડાક્ટર, સ્ટાફ કે દવાઓ શોધવામાં ટુરિઝમ કરી રહ્ના છે! સ્પેશિયાલિસ્ટ ડાક્ટરોની અછત ઍવી છે પણ કે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર મળતી નથી. રિપોર્ટ કહે છે કે સુવિધાઓ વગર આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે.
ગામડાઓમાં પ્રસુતિ સિવાય અન્ય કિસ્સામાં ૨૮.૨ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે, જ્યારે ૫૯.૫ ટકા દદીઓ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે. ૧૨.૩ ટકા ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારના ૨૩.૫ ટકા દદીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે જ્યારે ૯૯.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે હોસ્પિટલમાં દાખલ થાય છે.
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરો સેવા આપવા તૈયાર નથી. બોન્ડ વસૂલવા છતાંય ડોક્ટરો ગામડાઓમાં જતાં નથી. આ કારણોસર સરકારી હોસ્પિટલ જાણે રામભરોસે હોય તેમ લાગે છે. સાથે સાથે ઍમઆરઆઈ મશીન સહિત અન્ય સુવિધાઓનો પણ અભાવ હોય છે. આ કારણોસર દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બની રહ્નાં છે.
જે રીતે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જાતાં ગુજરાતમાં સરકારી સરકારી આરોગ્ય સેવા-વ્યવસ્થા ઉપર જનતાનો વિશ્વાસ ઘટ્યો છે તે વાત પ્રસ્થાપિત થઈ છે.
સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં વધુ બાળકોનો જન્મ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં, ૬ ટકા ચેરિટેબલમાં અને ૫૧.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. શહેરોમાં ૩૨.૯ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે જ્યારે ૩.૬ ટકા ચેરિટેબલમાં અને ૬૩.૫ ટકા બાળકો ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.ગુજરાતમાં પ્રસુતિના ખર્ચ માં મોટો તફાવત હોવા છતાંય લોકો સરકારી કરતાં ખાનગી હોસ્પિટલને પસંદ કરી રહ્ના છે. હવે તો પ્રસ્તાઓને પણ સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ રહ્ના નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
