<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિને મળી A કેટેગરીના ટૂરિસ્‍ટ-સ્‍પોટ તરીકે માન્‍યતા

પુણે,તા.૧૮: પુણેના શ્રીમંત દગડૂશેઠ હલવાઈ ગણપતિના લાખોની સંખ્‍યામાં ભાવિકો છે એટલું જ નહીં, દેશવિદેશમાંથી પણ અનેક લોકો એનાં દર્શન કરવા આવે છે. રાજ્‍ય સરકારે હવે એને ‘A' કેટેગરીના ટૂરિસ્‍ટ-સ્‍પોટ તરીકે નોંધીને એનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. એથી આ પવિત્ર સ્‍થાનનો ટૂરિસ્‍ટની લ્લષ્ટિએ પણ ઓવરઑલ વિકાસ કરવામાં આવશે એમ રાજ્‍યના મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસે જણાવ્‍યું છે. ગણેશોત્‍સવમાં ૧૦ દિવસ દરમ્‍યાન અંદાજે બે કરોડ જેટલા ભાવિકો આ ગણપતિનાં દર્શન કરે છે. એ સિવાય સામાન્‍ય દિવસોમાં પણ રોજ અંદાજે ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ ભાવિકો દર્શન કરવા આવતા હોય છે. A કેટેગરીમાં સમાવવાને કારણે હવે દગડૂશેઠ મંદિર પરિસરનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે. વધુ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા સાથે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.

(10:38 AM IST)