તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
પંજાબથી બંગાળ સુધી મચ્યો ખળભળાટઃ CJPના ફિક્સ ધ સ્કૂલ્સ અભિયાન બાદ હવે ગુજરાતની શાળાઓ નિશાના પર!
કયાંક જર્જરિત ઇમારતો તો કયાંક એડવાન્સ્ડ AI લેબ્સ સામે આવીઃ હવે ગુજરાત તરફ મંડાઈ નજર : મહારાષ્ટ્રથી શરૂ થયેલી તપાસે દેશભરની સરકારી શાળાઓની પોલ ખોલી

નવી દિલ્હી, તા.૧૬: સરકારી શાળાઓની કાયાપલટ કરવાના દાવાઓ વચ્ચે CJPના ફિક્સ ધ સ્કૂલ્સ અભિયાન હવે દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મહારાષ્ટ્રના હિંગોલીથી ૧૫ ઓગસ્ટના રોજ શરૂ થયેલી આ ઝુંબેશ રાજસ્થાન, હરિયાણા, પヘમિ બંગાળ, પંજાબ અને કર્ણાટક સુધી વિસ્તરી છે. આ અભિયાન દરમિયાન કયાંક શાળાઓમાં મધ્યાહન ભોજનના રાશનમાં જીવાતો અને વંદા નીકળ્યા તો કયાંક તૂટેલી છત અને જર્જરિત શૌચાલયો જોવા મળ્યા. જોકે, કેટલાક સ્થળોએ આધુનિક AI લેબ્સ અને સ્વિમિંગ પુલ જેવી ઉત્કળષ્ટ સુવિધાઓ પણ સામે આવી છે, જેનાથી સરકારી શિક્ષણના અલગ-અલગ ચિત્રો દેશભરમાં ઉજાગર થયા છે.
આ અભિયાનના ભાગરૂપે રાજસ્થાનના જયપુરમાં અસુરક્ષિત ઇમારત તોડી પાડવામાં આવી અને નવી શાળા માટે વહીવટી મંજૂરી અપાઈ, જ્યારે હરિયાણામાં ભોજનમાં જંતુઓ મળવાના મામલે શિક્ષક સામે કડક કાર્યવાહી કરાઈ અને હજારો જોખમી ઇમારતો તોડવાના આદેશ અપાયા. બીજી તરફ, પヘમિ બંગાળના બાંકુરામાં શાળાની સ્થિતિ ઉજાગર કરવા પર થયેલા વિવાદમાં એક સમર્થકના પિતાના દુઃખદ અવસાન બાદ આ મામલો વધુ ગરમાયો છે, જ્યારે કર્ણાટકમાં પણ ઉર્દૂ શાળાની ખરાબ હાલત સામે આવી છે.
હવે CJPના સ્થાપક અભિજીત દીપક અને આશુતોષ રાંકાએ આગામી સમયમાં ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
દીપકે જણાવ્યું છે કે અન્ય રાજ્યોની જેમ હજુ સુધી કોઈએ ગુજરાતની શાળાઓની સ્થિતિ વિશે સવાલો નથી કર્યા, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના શિક્ષણ તંત્રમાં પણ આ અભિયાનને લઈને રાજકીય અને પ્રશાસનિક હલચલ તેજ થવાની પૂરી શકયતાઓ સેવાઈ રહી છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
